26 January, 2026 08:12 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનનું નેતૃત્વ આ વખતે સલમાન અલી આગા કરશે
બંગલાદેશ સાથે ખોટું થયું છે એવાં રોદણાં રડીને T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાની પોકળ ધમકી આપનારા પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટેની પોતાની ટીમ જાહેર કરી દીધી છે.
પાકિસ્તાનની ધમકી સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે એની સામે અનેક પ્રતિબંધાત્મક પગલાં લેવાની ચેતવણી આપી હતી, જેને પગલે એ પાણીમાં બેસી ગયું હતું. દ્વિપક્ષીય સિરીઝોનું સસ્પેશન, એશિયા કપમાંથી બાદબાકી, પાકિસ્તાન સુપર લીગ (PSL)માં વિદેશી પ્લેયરોને રોકવા જેવાં પગલાં લેવાની ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
ભારત અને શ્રીલંકામાં રમાનારા આ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાની મૅચો શ્રીલંકામાં રમશે. એના માટે એણે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. ૨૦૦૯માં એક વાર T20 વર્લ્ડ કપ જીતેલા પાકિસ્તાનનું નેતૃત્વ આ વખતે સલમાન અલી આગા કરશે.
સલમાન અલી આગા (કૅપ્ટન), બાબર આઝમ, અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નફય (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સઈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન તારિક.