IND vs AUS 2nd ODI: `બ્લીડિંગ બ્લુ` વિકેટ બચાવવા રોહિતે ડાઈવ મારી અને કોણીમાંથી લોહી નિકળ્યું

23 October, 2025 03:02 PM IST  |  Adelaide | Gujarati Mid-day Online Correspondent

IND vs AUS 2nd ODI: ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ આજની મૅચમાં ૯૭ બૉલમાં ૭૩ રન બનાવી આઉટ થયા પહેલા મહેનતથી ભરેલી અડધી સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ઇનિંગ્સના શરૂઆતના તબક્કામાં બચી ગયો અને પોતાની ૫૯મી ODI ફિફ્ટી પૂર્ણ કરી.

રોહિત અને ગિલ રન ભાગી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી (તસવીર: એજન્સી અને X)

એડિલેડમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મૅચ દરમિયાન ૩૮ વર્ષીય રોહિત શર્માને કોણીમાં લોહી નીકળ્યું હોવાનું જોવા મળ્યું હતું. રોહિતે રન આઉટ થવાથી બચવા માટે પરફેક્ટ ટાઈમે ડાઇવ મારી ત્યારે તેની જમણી કોણીમાં ઈજા થતાં તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. રોહિત અને શુભમન ગિલ બન્ને બૉલ પાછળ ગયો ત્યારે તેને જોઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. મિચ ઑવેન સ્ટમ્પ પર સીધું નિશાન સાધ્યું અને બૉલ ફેંક્યો ત્યારે રોહિત પોતાની વિકેટ બચાવવા માટે પાછળ દોડ્યો અને ડાઇવ મારતા તેને ઈજા થઈ.

રનઆઉટ થતાં બચી ગયાના થોડીવાર પછી, હિટમૅનને પીડા ઉપડી હતી અને તે કોણીને પકડીને ઊભો જોવા મળ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના ફિઝિયો તરત જ મેદાન પર દોડી ગયા, અને ગ્રાઉન્ડ પર ઝડપી મૂલ્યાંકન કર્યા પછી, ઇજાગ્રસ્ત કોણીની આસપાસ ભારે ટેપિંગ કર્યું. સદભાગ્યે, ઑસ્ટ્રેલિયન ઍટક સામે થોડી સારવાર પછી રોહિતે બૅટિંગ ચાલુ રાખી. ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર આ તસવીર શૅર કરી અને પોસ્ટને `બ્લીડિંગ બ્લુ` એવું કૅપ્શન આપ્યું છે.

રોહિત શર્માની જોરદાર ઇનિંગ

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ આજની મૅચમાં ૯૭ બૉલમાં ૭૩ રન બનાવી આઉટ થયા પહેલા મહેનતથી ભરેલી અડધી સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ઇનિંગ્સના શરૂઆતના તબક્કામાં બચી ગયો અને પોતાની ૫૯મી ODI ફિફ્ટી પૂર્ણ કરી. આ પ્રક્રિયામાં, તેણે સૌરવ ગાંગુલી અને એડમ ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ એલીટ યાદીમાં પાછળ છોડી દીધા અને નવો ઇતિહાસ રચ્યો છે.

હિટમૅનના રેકોર્ડ

રોહિત હવે 50 ઓવરના ફોર્મેટમાં ભારત માટે ઓપનર તરીકે બીજા ક્રમે છે અને આ બાબતમાં એકંદરે ચોથા ક્રમે છે, તેણે ઑસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધા છે. તેણે ODI ક્રિકેટમાં ઓપનર તરીકે 186 ઇનિંગ્સમાં 54.55 ની સરેરાશથી 9219 રન બનાવ્યા છે, જેમાં 30 સદી અને 46 અડધી સદીનો સમાવેશ થાય છે.

મૅચમાં શું બન્યું

રોહિત શર્મા અને શ્રેયસ ઐયર (77 બૉલમાં 61) એ ત્રીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી અને ભારતીય ઇનિંગ્સને પાટા પર લાવી હતી, જ્યારે ગિલ અને વિરાટ કોહલીને પહેલા બૅટિંગ કરતી વખતે જલદી આઉટ થયા. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ભારતની ઇનિંગ સમાપ્ત થઈ ગઈ છે જેમાં મેન ઇન બ્લૂએ નવ વિકેટ ગુમાવતાં 264 રન બનાવ્યા, જેથી હવે ઑસ્ટ્રેલિયાને 50 ઓવરમાં 265 રન ચેસ કરવાના રહેશે. 15 ઓવર સુધી કંગારુઓએ બે વિકેટના નુકસાને 70 રન ફટકાર્યા છે. તેમ જ પહેલી ઓડીઆઇ ઑસ્ટ્રેલિયા જીતી ગયું છે અને આજની મૅચ પણ જો તેઓ જીતી જાય તો તેઓ સિરીઝ પોતાના નામે કરી દેશે. જોકે ભારત આ મૅચ જીતે તો ઑસ્ટ્રેલિયા અને ભારત બન્ને પાસે આગામી મૅચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો મોકો છે.

rohit sharma indian cricket team australia adelaide oval shubman gill virat kohli social media cricket news sports news