ટીમ ઇન્ડિયા સામે ૮ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું ઇંગ્લૅન્ડ

14 July, 2026 11:05 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

T20 સિરીઝની કારમી હાર પછી આજથી ભારત સામે હવે ત્રણ મૅચની વન-ડે સિરીઝનો પડકાર : છેલ્લી ત્રણ વન-ડે સિરીઝ અને પાંચ વન-ડે મૅચોમાં ભારત રહ્યું છે વિજેતા, અંગ્રેજો સામે છેલ્લી વન-ડે હાર ૨૦૨૨માં આજના દિવસે જ મળી હતી

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ગુરનૂર બરાડ સહિતના સાથી ખેલાડીઓ સાથે ફુટબૉલ રમતા જોવા મળ્યા ભારતીય સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા.

પાંચ T20 મૅચની સિરીઝમાં ૦-૪ની કારમી હાર બાદ ભારત આજથી યજમાન ઇંગ્લૅન્ડ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. ભારતીય સમય અનુસાર આજે ૧૪ જુલાઈએ બપોરે ૩.૩૦ વાગ્યે પહેલી વન-ડે મૅચ એજબૅસ્ટનમાં રમાશે. બીજી વન-ડે મૅચ કાર્ડિફમાં સાંજે ૫.૩૦ વાગ્યે રમાશે અને લૉર્ડ્‍સમાં ત્રીજી વન-ડે બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.

બન્ને ટીમો વચ્ચે ૧૯૭૪થી બાવીસ વન-ડે સિરીઝ રમાઈ છે. ભારતે ૧૨ સિરીઝ અને ઇંગ્લૅન્ડે ૮ સિરીઝ જીતી છે. ૧૯૯૩ અને ૨૦૦૨માં રમાયેલી ૬-૬ મૅચની વન-ડે સિરીઝ ૩-૩ના સ્કોરથી ડ્રૉ રહી હતી. ઇંગ્લૅન્ડની ધરતી પર બન્ને વચ્ચે ૨૦૨૨ સુધી ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે. એમાંથી ભારત ૪ સિરીઝ અને ઇંગ્લૅન્ડ ૬ સિરીઝ જીત્યું છે.

ઇંગ્લૅન્ડ ભારત સામે છેલ્લી ત્રણ વન-ડે સિરીઝમાં પરાજિત રહ્યું છે. છેલ્લે એ ૨૦૧૮માં ભારત સામે વન-ડે સિરીઝ જીતી શક્યું હતું. ૨૦૨૨ની ૧૪ જુલાઈએ ભારતને ઇંગ્લૅન્ડ સામે છેલ્લી વન-ડે 
હાર લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળી હતી. ત્યાર બાદની પાંચેય મૅચમાં ભારત વિજેતા રહ્યું હતું.

૧૯૭૪થી ૨૦૨૫ વચ્ચે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ૧૧૦ વન-ડે મૅચ રમાઈ હતી. એમાંથી ભારત ૬૧ મૅચ અને ઇંગ્લૅન્ડ ૪૪ મૅચમાં વિજેતા રહ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૧માં બૅન્ગલોર અને સપ્ટેમ્બર ૨૦૧૧માં લૉર્ડ્‍સમાં બન્નેની એક-એક મૅચ ટાઇ રહી હતી. ૧૯૯૬, ૨૦૦૨ અને ૨૦૧૧માં એક-એક મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. 

એજબૅસ્ટનમાં બન્ને ટીમની જીતવાની ટકાવારી સમાન ૬૬.૬૬ ટકા રહી છે

પહેલી મૅચ એજબૅસ્ટનના મેદાન પર રમાશે. અહીં ભારત ૧૯૭૯થી ૨૦૧૯ વચ્ચે ૧૨ વન-ડે મૅચમાંથી ૮ મૅચ જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે. ઇંગ્લૅન્ડને અહીં ૧૯૭૨થી ૨૦૨૫ વચ્ચે ૪૨ વન-ડે મૅચમાંથી ૨૬ મૅચમાં જીત અને ૧૩ મૅચમાં હાર મળી છે. બન્ને એકબીજા સામે અહીં પાંચ મૅચ રમ્યા છે એમાંથી ભારત ત્રણ અને ઇંગ્લૅન્ડ બે મૅચ જીત્યું છે. ત્રણ મૅચો નો-રિઝલ્ટ પણ રહી હતી. આ મેદાન પર બન્ને ટીમની જીતની ટકાવારી એક જેવી ૬૬.૬૬ ટકા રહી છે. અહીં વન-ડે મૅચો રમનાર ૧૩ ટીમો વચ્ચે આ સૌથી સારી જીતની ટકાવારી છે. ઇંગ્લૅન્ડ અહીં ૭ વન-ડે મૅચથી અજેય છે. તેમને છેલ્લી હાર સપ્ટેમ્બર ૨૦૧૪માં ભારત સામે જ મળી હતી.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૧૧૦

ભારતની જીત

૬૧

ઇંગ્લૅન્ડની જીત

૪૪

ટાઇ મૅચ

નો-રિઝલ્ટ

શુભમન ગિલ અને હૅરી બ્રૂકનો વન-ડે કૅપ્ટન્સીનો રેકૉર્ડ કેવો રહ્યો છે?

૨૦૨૫-’૨૬ વચ્ચે શુભમન ગિલની આગેવાનીમાં ભારત ૯ વન-ડે મૅચમાંથી પાંચમા જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે. તેની કૅપ્ટન્સીમાં ભારત ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યું હતું અને અફઘાનિસ્તાન સામે પહેલી સિરીઝ જીતી હતી.

૨૦૨૪થી ૨૦૨૬ વચ્ચે હૅરી બ્રૂકની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે ૧૭માંથી ૮ વન-ડે મૅચમાં જીત મેળવી છે જ્યારે ૯ મૅચમાં હાર મળી છે. રેગ્યુલર કૅપ્ટન તરીકે તેણે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામેની બન્ને વન-ડે સિરીઝમાં ટીમને જીત અપાવી હતી. 

indian cricket team team india india england one day international odi cricket news sports sports news rohit sharma virat kohli kl rahul axar patel Kuldeep Yadav jasprit bumrah shreyas iyer ishan kishan prasidh krishna washington sundar shivam dube shubman gill arshdeep singh gurnoor brar harshit rana prince yadav