IND v/s NZ: ભારતે ટોસ જીતવાની સાથે પહેલા બેટિંગ પસંદ કરી, રહાણે, જાડેજા ટેસ્ટમાંથી બહાર

03 December, 2021 12:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત (India)અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે શ્રેણીની છેલ્લી અને બીજી ટેસ્ટ મેચ વાનખેડે ખાતે રમાઈ રહી છે.

વિરાટ કોહલી

ભારત (India)અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે શ્રેણીની છેલ્લી અને બીજી ટેસ્ટ મેચ વાનખેડે ખાતે રમાઈ રહી છે. 2016 પછી વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે ટોસ જીત્યો છે. 

ન્યુઝીલેન્ડ સાથેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. હવે આ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ છે, જેને ટીમ ઈન્ડિયા કોઈપણ કિંમતે જીતવા ઈચ્છશે. વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં પરત ફર્યો છે. કોહલીના આગમનથી ટીમની બેટિંગ વધુ મજબૂત બની છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટ ડ્રો કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. કિવી ટીમ આ ટેસ્ટ મેચમાં સારી રમત બતાવીને ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. 

વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. તો બીજી બાજુ ઈજાના કારણે રહાણે, ઈશાંત અને જાડેજા મુંબઈ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. 
કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ફાસ્ટ બોલર ઈશાંત શર્માની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. 

જ્યારે આ જ સમયે રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ હતી. આ ઉપરાંત બાદમાં તેને ખભા પર સોજો થયો હોવાનું પણ જાણવ મળ્યું. જેને કારણે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેને ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી છે, જેથી મુંબઈ ટેસ્ટમાંથી તે પણ બહાર થઈ ગયો છે.  

 તો બીજી બાજુ ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે એક સત્તાવાર વિડિયોમાં આ વાતની પુષ્ટિ કરી અને કેન આઉટ થયાની જાણ કરી. વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લાથમ ટીમનું નેતૃત્વ કરશે. જો કે કેનની જગ્યાએ ક્યા ખેલાડીને ટીમમાં સ્થાન મળશે તે જાણી શકાયું નથી.

 


 

sports news test cricket cricket news virat kohli