✕

આજે કૅરિબિયન ટીમ સામે ભારતીય ટીમ સતત ૧૪મી વન-ડે સિરીઝ જીતવા ઊતરશે

30 September, 2026 11:55 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ગુવાહાટીમાં ભારતે રમેલી બન્ને વન-ડે મૅચમાં વિરાટે સદી ફટકારી હતી

ગુવાહાટીના ઍરપોર્ટ પર જોવા મળ્યા રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ (ડાબે); ગઈ કાલે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરો પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા (જમણે)

આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યાથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાશે. ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ છે. ભારત પાસે આ હરીફ સામે સતત ૧૪મી વન-ડે સિરીઝ જીતવાની તક છે. ૨૦૦૬થી કૅરિબિયનો સામે એક પણ વન-ડે સિરીઝ ભારત હાર્યું નથી.

ગુવાહાટીમાં ભારત બે વન-ડે મૅચ રમ્યું છે અને બન્ને મૅચમાં જીત્યું છે. અહીં ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ અને ૨૦૨૩માં શ્રીલંકા સામે ભારત શાનદાર અંદાજમાં જીત્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝના ૩૨૨-૮ના સ્કોરને ચેઝ કરતાં સમયે વિરાટ કોહલીના ૧૪૦ રનની મદદથી ભારતે ૪૭ બૉલ પહેલાં ૩૨૬-૨નો સ્કોર કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી. શ્રીલંકા સામે વિરાટ કોહલીના ૧૧૩ રનની મદદથી ભારતે ૩૭૩-૭નો સ્કોર કરીને શ્રીલંકાને ૩૦૬-૮ના સ્કોરે અટકાવીને ૬૭ રને હરાવ્યું હતું.

ગઈ કાલે ગુવાહાટીના કામાખ્યા મંદિરે ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર આશીર્વાદ લેવા પહોંચ્યો હતો

વન-ડે વર્લ્ડ કપ માટે ભારતના ઝડપી બોલિંગ સંયોજનને લઈને રહેલી અનિશ્ચિતતા ચિંતાનો વિષય બની શકે છે. જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક મળશે કે નહીં એના પર સૌની નજર રહેશે.

તિરુવનંતપુરમમાં અનુભવી મોહમ્મદ સિરાજને બદલે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પાસે બોલિંગની શરૂઆત કરાવવાના ભારતના નિર્ણયે ઘણાને ચોંકાવી દીધા હતા. પાંચ ઓવરમાં ૪૫ રન આપીને તેણે એક વિકેટ લીધી હતી.

india west indies one day international odi guwahati indian cricket team team india cricket news sports sports news shubman gill kl rahul rohit sharma virat kohli ruturaj gaikwad yashasvi jaiswal dhruv Jurel nitish kumar reddy ravindra jadeja Kuldeep Yadav prasidh krishna gurnoor brar mohammed siraj