25 November, 2026 05:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ
ગઈ કાલે સાથે મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટની અંતિમ ગ્રુપ-સ્ટૅજ મૅચમાં પાકિસ્તાને નેપાલ સામે ૯૬ રને જીત મેળવીને ગ્રુપ Bમાં અજેય રહીને ટૉપ કર્યું હતું. રોહેલ નઝીરની ૮૩ બૉલની ૬૪ રનની અણનમ ઇનિંગ્સની મદદથી પાકિસ્તાને ૪૨ ઓવરમાં ૧૬૮ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં નેપાલની ટીમ ૧૭.૩ ઓવરમાં ૭૨ રનમાં જ તંબુભેગી થઈ ગઈ હતી. નેપાલ માટે ફાસ્ટ બોલર રાશિદ ખાને ૮ ઓવરમાં ૩૯ રન આપીને ટૉપ-ઑર્ડરના ત્રણેય બૅટર્સ સહિત પાંચ બૅટર્સની વિકેટ લીધી હતી. પાકિસ્તાને એક સમયે ૧૬ ઓવરમાં ૬૫ રને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ચાર પાકિસ્તાની બોલર્સના સહિયારા પ્રયાસને કારણે નેપાલે ૧૦ ઓવરમાં ૩૧ રનના સ્કોર પર પહેલી પાંચ વિકેટ ગુમાવી હતી. અંતિમ પાંચ વિકેટ બાવીસ રનની અંદર પડી હતી.
રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટક્કરની સંભાવના
ગ્રુપ Aમાં શ્રીલંકા, બંગલાદેશ અને ગ્રુપ Bમાં પાકિસ્તાન, ભારત ટૉપ ટૂમાં રહીને સેમી-ફાઇનલમાં પહોંચ્યાં છે. ૨૯ નવેમ્બરની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કરની સંભાવના છે. ૨૬ નવેમ્બરે પહેલી સેમી-ફાઇનલમાં ભારત-શ્રીલંકા અને ૨૭ નવેમ્બરે બીજી સેમી-ફાઇનલમાં બંગલાદેશ-પાકિસ્તાન ટકરાશે. બન્ને મૅચ બપોરે ૩. ૩૦ વાગ્યે શરૂ થશે.