14 November, 2026 09:08 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
ભારત વિરુદ્ધ પાકિસ્તાન
અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપની 13મી સીઝનની ફાઇનલ મૅચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ઓમાનમાં આયોજિત એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન અજેય રહી છે, જ્યારે ભારતીય ટીમને એકમાત્ર હાર પાકિસ્તાન સામે ગ્રુપ-સ્ટૅજ રાઉન્ડમાં જ હાર મળી હતી.
ભારતીય ટીમ રેકૉર્ડ ૧૧મી વખત ફાઇનલ મૅચ રમશે. અગાઉ ભારત માત્ર ૨૦૨૩ અને ૨૦૧૭માં ફાઇનલ સુધી પહોંચી શક્યું નહોતું. પાકિસ્તાન પાંચમી વખત ફાઇનલ મૅચ રમશે. ભારતીય ટીમે ૨૦૨૧ સહિત સૌથી વધુ ૮ વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૪ અને ૨૦૨૫ની સીઝનમાં જ ભારત રનર્સ-અપ ટીમ રહી હતી. ભારત અને પાકિસ્તાનની પહેલી ફાઇનલ મૅચ ૨૦૧૨માં રમાઈ હતી અને એમાં ૨૮૨ રને મૅચ ટાઇ થતાં બન્ને ટીમોએ ટ્રોફી શૅર કરી હતી.
૨૦૧૩-’૧૪ની સીઝનમાં ભારતે ૪૦ રને પાકિસ્તાનને માત આપી હતી. ૨૦૨૫ની ફાઇનલમાં પાકિસ્તાને ૧૯૧ રને ભારત સામે જીત્યું હતું. બન્ને ટીમોની મેન્સ યુથ ટીમો વચ્ચે ૩૧ વન-ડે મૅચ રમાઈ છે. એમાંથી ભારત ૧૭ મૅચ અને પાકિસ્તાન ૧૩ મૅચ જીત્યું છે. માત્ર એક મૅચ ટાઇ રહી છે.