અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીને બદલે યશસ્વી જાયસવાલ

07 June, 2026 09:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસ-ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે.

વિરાટ કોહલીને અને યશસ્વી જાયસવાલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૧૩થી ૧૭ જૂન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝમાંથી સ્ટાર બૅટર વિરાટ કોહલી આઉટ થઈ ગયો છે અને યંગ બૅટર યશસ્વી જાયસવાલને સ્થાન મળ્યું છે. તે IPL 2026 દરમ્યાન હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો શિકાર બન્યો હતો. જુલાઈમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલાં તે ફિટ થઈ જશે એવી આશા ભારતીય ક્રિકેટ બોર્ડ રાખી રહ્યું છે. હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસ-ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે. 

virat kohli yashasvi jaiswal afghanistan indian cricket team sports news sports cricket news