27 August, 2026 12:10 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જપાનમાં રમાનાર એશિયન ગેમ્સમાં T20 ક્રિકેટ મૅચોનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. પુરુષોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બંગલાદેશને સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થતા આ મુકાબલામાં શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારત બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ગ્રુપ Aની બીજા નંબરની ટીમ સાથેની ટક્કરથી ગોલ્ડ મેડલના મિશનની શરૂઆત કરશે. સેમી ફાઇનલ પહેલી ઑક્ટોબરે અને ફાઇનલ શનિવાર, ત્રીજી ઑક્ટોબરે રમાશે.
મહિલાઓના મુકાબલાઓ ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થવાના છે અને ભારત બીજા દિવસે એની પ્રથમ મૅચ જપાન સામે રમશે. સેમી-ફાઇનલ ૨૦ સપ્ટેમ્બરે, બ્રૉન્ઝ મેડલ અને ફાઇનલ માટેના જંગ બાવીસ સપ્ટેમ્બરે જામશે.
ભારતની બન્ને ટીમ ગોલ્ડ મેડલ માટે ફૅવરિટ માનવામાં આવી રહી છે.