વિરાટ-અનુષ્કાએ નાનકડા બાળકને 16 કરોડની દવા અપાવીને બચાવ્યો જીવ

25 May, 2021 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અયાંશ ગુપ્તા નામના એક બાળકને એસએમએ (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) નામની બીમારી હતી. અયાંશની સારવાર માટે એક ખૂબ જ મોંઘી દવાની જરૂર હતી, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ 16 કરોડ રૂપિયા એકઠા કરી એક નાનકડા બાળકનો જીવ બચાવી લીધો છે. અયાંશ ગુપ્તા નામના એક બાળકને એસએમએ (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) નામની બીમારી હતી. અયાંશની સારવાર માટે એક ખૂબ જ મોંઘી દવાની જરૂર હતી, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ 16 કરોડ રૂપિયા એકઠા કરી એક માસૂમ બાળકનો જીવ બચાવ્યો છે. અયાંશ ગુપ્તા નામના એક બાળકને એસએમએ (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) નામની બીમારી હતી. અયાંશની સારવાર માટે એક ખૂબ જ મોંઘી દવાની જરૂર હતી, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. અયાંશની સારવાર માટે ફંડ એકઠા કરવા માટે તેમના પેરેન્ટ્સે `AyaanshFightsSMA`ના નામે ટ્વિટર અકાઉન્ટ બનાવ્યું હતું. આ ટ્વિટર હેન્ડર પર વિરાટ અને અનુષ્કાનો આભાર માનવામાં આવ્યો છે.

16 કરોડની દવા અપાવવામાં વિરુષ્કાનો હાથ
‘AyaanshFightsSMA’, "અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આટલા મુશ્કેલ કામનો અંત આટલો સુંદર હશે. અમને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અયાંશની દવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી અને આ રકમ અમે એકઠી કરી લીધી છે. તે બધાનો આભાર, જેમણે અમારો સપૉર્ટ કર્યો. આ તમારી જીત છે."

‘AyaanshFightsSMA’પરથી ટ્વીટ કરવામાં આવ્યું, "કોહલી અને અનુષ્કાને અમે હંમેશાં ફેન્સ તરીકે પ્રેમ કર્યો, પણ તમે અયાંશ અને આ અભિયાન માટે જે કર્યું, તે આશાથી ઉપર હતું. તમે છગ્ગા સાથે જીવનની મેચ જીતવામાં અમારી મદદ કરી."

કોરોના વિરુદ્ધની લડાઇમાં પણ આગળ વિરાટ-અનુષ્કા
જણાવવાનું કે વિરાચ કોહલી અને અનુષ્કા શર્મા કોરોના વિરુદ્ધ જંગમાં પણ લોકોની મદદ માટે સામે આવ્યા હતા. વિરાટે અનુષ્કા સાથે મળીને 11 કરોડની રકમ એકઠી કરી હતી. આ પૈસાને ઑક્સીજન તેમજ ચિકિત્સા સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

sports news sports cricket news virat kohli virat anushka anushka sharma