પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં આજે ભારત-નેપાલ વચ્ચે ફાઇનલ જંગ જામશે

23 November, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બરમાં બીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમશે ભારતની મહિલાઓ

શ્રીલંકાના કોલંબોમાં આજે પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે

શ્રીલંકાના કોલંબોમાં આજે પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે. આ ઐતિહાસિક ટુર્નામેન્ટની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ભારત બની હતી. સહ-યજમાન ભારત વર્તમાન ટુર્નામેન્ટમાં એકમાત્ર અજેય ટીમ છે. બ્લાઇન્ડ મહિલા ટીમ ભારતને નવેમ્બરમાં બીજો વર્લ્ડ કપ જિતાડવાનો પ્રયાસ કરશે. સિનિયર વિમેન્સ ટીમે બે નવેમ્બરે પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. 
પહેલી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ૯ વિકેટે ૧૦૯ રન કર્યા હતા. ભારતે ૧૧.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૧૨ રન કરી ૧૧૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બીજી સેમી ફાઇનલમાં પાકિસ્તાને ૬ વિકેટે ૧૬૯ રન કર્યા હતા. જવાબમાં નેપાલે ૧૭ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૭૧ રન કરી ૧૭૦ રન ચેઝ કરી લીધા હતા. 

sports news sports indian cricket team cricket news womens world cup world cup