18 November, 2025 09:21 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મિલાવ્યા હાથ
પહલગામ આંતકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચોમાં ભારતીય પ્લેયર્સે કટ્ટર હરીફ ટીમના પ્લેયર્સ સાથે હાથ ન મિલાવવાનો કડક વ્યવહાર શરૂ કર્યો હતો. કતરમાં આયોજિત રાઇઝિંગ સ્ટાર એશિયા કપ દરમ્યાન ભારતની A ટીમના પ્લેયર્સે પાકિસ્તાન સામેની ગ્રુપ-સ્ટેજ મૅચમાં આ પ્રથા ચાલુ રાખી હતી. જોકે રવિવારે કોલંબોમાં બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ બાદ ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા. ક્રિકેટ જગતમાં ભારતીય મહિલા ટીમની આ સ્પોર્ટ્સમૅન સ્પિરિટની પ્રશંસા પણ થઈ રહી છે.