24 November, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલની ફાઇલ તસવીર
સાઉથ આફ્રિકા સામે ૩ મેચની વન-ડે સિરીઝ માટે કે. એલ. રાહુલને ભારતીય ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર બન્ને ઈજાને કારણે રમી શકે એમ ન હોવાથી સિલેક્ટર્સે રાહુલની પસંદગી કરી છે. આ સિરીઝ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સમાવી લેવામાં આવ્યા છે; જ્યારે અક્ષર પટેલને સ્થાન નહોતું મળ્યું. ટીમમાં ધ્રુવ જુરેલે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હાર્દિક પંડ્યા અવેલેબલ ન હોવાને લીધે નીતીશ કુમાર રેડ્ડીએ પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ૩૦ નવેમ્બરે રાંચીમાં પહેલી વન-ડેથી આ સિરીઝની શરૂઆત થશે.
ભારતીય ટીમ
કે. એલ. રાહુલ, રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત, વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને ધ્રુવ જુરેલ