ભારતીય ટીમે પર્થમાં રચ્યો ઇતિહાસ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવ્યું

25 November, 2024 02:40 PM IST  |  Perth | Gujarati Mid-day Online Correspondent

India vs Australia 1st Test, Border Gavaskar Trophy: પર્થ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જયસ્વાલ અને કોહલીએ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, જસપ્રીત બુમરાહે કુલ ૮ વિકેટ લીધી

વિકેટની ઉજવણી કરતી ટીમ ઇન્ડિયા (તસવીર સૌજન્યઃ એએફપી)

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)એ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની પ્રથમ ટેસ્ટ મેચ (India vs Australia 1st Test)માં ઓસ્ટ્રેલિયા (Australia)ને 295 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પર્થ (Perth)માં 16 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા વર્ષમાં અનિલ કુંબલે (Anil Kumble)ની કેપ્ટનશિપમાં ભારત (India)એ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે, આ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ (Optus Stadium)માં રમાઈ હતી. બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી (India vs Australia 1st Test, Border Gavaskar Trophy) પ્રથમ વિઝીટિંગ ટીમ પણ બની છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસના પ્રથમ સેશનમાં ભારતીય સ્ટેન્ડ-ઇન કેપ્ટન જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડ (Travis Head)ને 89ના સ્કોર પર આઉટ કરીને મોટો ઝટકો આપ્યો હતો. આ પછી નીતિશ રેડ્ડી (Nitish Reddy)એ 47ના સ્કોર પર મિશેલ માર્શ (Mitchell Marsh)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની આશાઓ ખતમ કરી નાખી. આ પછી વોશિંગ્ટન સુંદર (Washington Sundar)એ એક જ ઓવરમાં બે વિકેટ લઈને કામ પૂરું કર્યું. આ પછી હર્ષિત રાણા (Harshit Rana)એ એલેક્સ કેરી (Alex Carey)ને આઉટ કરીને અંતિમ વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) બીજા દિવસે અણનમ પરત ફરીને સદી ફટકારી હતી. તે 161 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ (KL Rahul)એ પણ 77 રનની ઇનિંગ રમી હતી. આ પછી વિરાટ કોહલી (Virat Kohli)એ ઓસ્ટ્રેલિયામાં છઠ્ઠી સદી પૂરી કરી. કોહલીએ 143 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતે 533 ની કુલ લીડ લેતાની સાથે જ બીજી ઇનિંગ 487/6 રન પર ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ આપ્યો. ત્રીજા દિવસની રમત પૂરી થાય તે પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે બે અને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)એ એક વિકેટ લઈને જીતનો પાયો નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 238 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો.

પર્થમાં ભારતની આ જીત વર્ષ ૨૦૦૮ બાદ મળી છે. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ, અનિલ કુંબલેની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે પર્થના WACA સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 72 રનથી હરાવ્યું હતું. ત્યારે ઈરફાન પઠાણ (Irfan Pathan)ને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. હવે 16 વર્ષ બાદ ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ સિવાય ભારત પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી પ્રથમ મુલાકાતી ટીમ બની છે.

india australia test cricket border-gavaskar trophy perth indian cricket team jasprit bumrah yashasvi jaiswal kl rahul devdutt padikkal virat kohli Rishabh Pant dhruv Jurel nitish kumar reddy mohammed siraj washington sundar harshit rana cricket news sports sports news