ભારત અને ન્યુ ઝીલૅન્ડની વર્તમાન ટીમના વન-ડે અનુભવમાં છે જમીન-આકાશનો ફરક

12 January, 2026 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડેમાં ભારતીય બોલર્સે લીધેલી વિકેટનું ટોટલ ૬૧૮ હતું, જ્યારે કિવી બોલર્સે ૧૦૪ વિકેટ લીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની વન-ડે સિરીઝની શરૂઆતમાં બ્રૉડકાસ્ટર ટીમે કૉમેન્ટેટર પૅનલ સામે રસપ્રદ આંકડા શૅર કર્યા હતા. ભારત અને ન્યુ ઝીલૅન્ડની વર્તમાન ટીમના વન-ડે અનુભવના આ આંકડા ભારે ચર્ચામાં છે, કારણે બન્નેના રેકૉર્ડમાં જમીન-આકાશનો ફરક છે.

ભારતની વર્તમાન વન-ડે ટીમના સભ્યોની તમામ વન-ડેનો સરવાળો ૧૨૯૧ થયો હતો, જ્યારે ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ પાસે ટોટલ ૩૫૪ વન-ડે મૅચનો જ અનુભવ છે. ભારતના બૅટર્સે ૧૦૮ વન-ડે સદી અને ન્યુ ઝીલૅન્ડના બૅટર્સે માત્ર ૨૦ વન-ડે સદી ફટકારી છે. 

વન-ડેમાં ભારતીય બોલર્સે લીધેલી વિકેટનું ટોટલ ૬૧૮ હતું, જ્યારે કિવી બોલર્સે ૧૦૪ વિકેટ લીધી છે. વર્તમાન ભારતીય વન-ડે ટીમના ટોટલ રન ૩૯,૬૭૯ હતા, જ્યારે ન્યુ ઝીલૅન્ડના માત્ર ૧૦,૨૨૪ રન હતા. વર્તમાન કિવી બૅટર્સના કુલ વન-ડે રન કરતાં ૪૦૦૦ વધુ રન વિરાટ કોહલીએ એકલા હાથે ફટકાર્યા છે. કોહલી વડોદરાની વન-ડે પહેલાં ૩૦૮ મૅચમાં ૧૪,૫૫૭ રન કરી ચૂક્યો છે.

sports news sports indian cricket team cricket news new zealand virat kohli