01 December, 2025 10:49 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
વીરેન્દર સેહવાગ
વિરાટ કોહલીએ ગઈ કાલે ફટકારેલી સેન્ચુરીને વીરેન્દર સેહવાગે અનોખા અંદાજમાં સલામી આપી હતી.
તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું : વિરાટ કોહલીને ફિર દિખાયા રન બનાના ઉનકે લિએ ઉતના હી આસાન હૈ જિતના હમારે લિએ ચાય બનાના. બાવનમી વન-ડે સેન્ચુરી. કોહલી વિક્રમોનો પીછો નથી કરી રહ્યો, વિક્રમો તેનો પીછો કરી રહ્યા છે. આજ ભી ભૂખ વહી, જુનૂન વહી. કિંગ તો કિંગ જ રહેશે.
ફિલ્મસ્ટાર રણવીર સિંહે વિરાટ કોહલીની સેન્ચુરીને પોતાની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના ટાઇટલ સૉન્ગ સાથે બિરદાવી હતી. તેણે વિરાટના ફોટો સાથે આ ગીત મૂક્યું હતું અને લખ્યું હતું : ક્યારેક કિંગે આપણને એ યાદ દેવડાવવું પડે છે કે તે શા માટે કિંગ છે. સન્ડે સચ મેં સાકાર હો ગયા, કસમ સે.