હું છેલ્લાં બે-ત્રણ વર્ષથી મુક્ત રીતે રમ્યો નથી : વિરાટ કોહલી

08 December, 2025 12:56 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રેકૉર્ડ બાવીસમો પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો

રેકૉર્ડ બાવીસમા પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ સાથે વિરાટ કોહલી. આ લિસ્ટમાં સચિન તેન્ડુલકર ૨૦ અવૉર્ડ સાથે હવે બીજા ક્રમે છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ૩૦૨ રન કરીને વિરાટ કોહલી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રેકૉર્ડ બાવીસમો પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો. તેણે અવૉર્ડ જીત્યા બાદ કહ્યું હતું કે ‘આ સિરીઝમાં હું જે રીતે રમ્યો છું એ મારા માટે શ્રેષ્ઠ બાબત રહી છે. હું મારા મનમાં ખૂબ જ મુક્ત અનુભવું છું. હું બે-ત્રણ વર્ષથી આ રીતે રમ્યો નથી.’

વિરાટે વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે તમે ૧૫-૧૬ વર્ષ સુધી રમો છો ત્યારે તમારી જાત પર શંકા કરો છો, ખાસ કરીને એક બૅટ્સમૅન તરીકે જ્યારે એક ભૂલ તમને આઉટ કરી શકે છે. એ શંકા એ સુધારવાની અને વધુ સારી વ્યક્તિ બનવાની આખી સફર છે. એ તમને એક વ્યક્તિ તરીકે સુધારે છે અને તમારા સ્વભાવને પણ સુધારે છે. હું ખુશ છું કે હું હજી પણ ટીમમાં યોગદાન આપી શકું છું.’

છેલ્લે વિરાટે સ્વીકાર્યું હતું કે તે મહત્ત્વપૂર્ણ મૅચોમાં રમવા માગે છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરી કે તે અને રોહિત હજી પણ ટીમને મદદ કરી શકે છે.

આપણે ભાગ્યે જ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીનું આ વર્ઝન T20 અવતારમાં જોયું છે. જો તે ૩ વર્ષ વધુ રમે તો ૧૦૦ સદી સુધી પહોંચે એવી શક્યતા છે. -  ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર

virat kohli one day international odi south africa indian cricket team team india cricket news sports sports news