27 July, 2026 03:46 PM IST | Harare | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે ૨.૫ ઓવરમાં પાર્ટટાઇમ સ્પિનર તરીકે ૧૭ રન આપીને 3 વિકેટ લીધી હતી. ઓપનર તરીકે T20 મૅચમાં 3 વિકેટ લેનાર અભિષેક શર્મા પહેલો ભારતીય બોલર બન્યો હતો.
અભિષેક શર્મા ભારત માટે T20 મૅચમાં બેસ્ટ બોલિંગ કરનાર ઓપનર બન્યો હતો. અગાઉ તેના નામે જ ભારત તરફથી T20 મૅચમાં બેસ્ટ બોલિંગ કરનાર ઓપનરનો રેકૉર્ડ હતો. તેણે ૨૦૨૫માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામે 3 રન આપીને બે વિકેટ લીધી હતી.
કોઈ પણ ફૉર્મેટમાં 3 વિકેટ લેનાર છેલ્લો ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ હતો. તેણે ૨૦૧૨માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મૅચમાં 3 વિકેટ લીધી હતી.
ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ભારતીય ઓપનર દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડાનો રેકૉર્ડ અનુક્રમે વિનુ માંકડ અને રવિ શાસ્ત્રીના નામે છે. વિનુ માંકડે ૧૯૫૨માં પાકિસ્તાન સામે ૮/૫૨ અને રવિ શાસ્ત્રીએ ૧૯૭૧માં ઑસ્ટ્રેલિયા સામે ૫/૧૬ના આંકડા સાથે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું હતું.