10 March, 2026 02:24 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
T20 વર્લ્ડ કપ 2026માં ખરાબ ફૉર્મમાંથી પસાર થનાર અભિષેક શર્માએ ૧૮ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. એ T20 વર્લ્ડ કપની હમણાં સુધીની ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી. તેણે ૨૪૭.૬૨ના સ્ટ્રાઇક-રેટથી ૬ ફોર અને ૩ સિક્સર ફટકારીને ૨૧ બૉલમાં બાવન રન કર્યા હતા. મૅચ બાદ તેણે ખુલાસો કર્યો હતો કે ‘મારો મિત્ર શુભમન ગિલ અહીં નહોતો એટલે મેં શિવમ દુબે પાસે બૅટ માગ્યું હતું અને રમ્યો હતો.’
પોતાના T20 વર્લ્ડ કપની જર્નીની વાત કરતાં અભિષેકે કહ્યું હતું કે ‘જ્યારે મારા પ્રદર્શન પર સવાલો ઊઠી રહ્યા હતા ત્યારે કૅપ્ટન અને કોચે મારા પર વિશ્વાસ રાખીને મને મોટી મૅચનો ખેલાડી ગણાવ્યો હતો. મારા સંઘર્ષના સમયમાં ડ્રેસિંગ રૂમમાંથી મને ઘણો સપોર્ટ મળ્યો એ બદલ હું ખૂબ આભારી છું.’