T20 વર્લ્ડ કપની ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ ગયા

10 March, 2026 02:11 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ ફાઇનલની સૌથી મોટી જીત બાદ ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ ગયા ભારતીય ક્રિકેટના સુરમાઓ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં ટ્રોફી

રવિવારે સૂર્યા ઍન્ડ કંપનીએ T20 વર્લ્ડ કપમાં ભારતની અને ટુર્નામેન્ટની ફાઇનલની સૌથી મોટી ૯૬ રનની જીત નોંધાવી હતી. આ શાનદાર જીત બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી લઈને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિર પહોંચ્યો હતો. તેની સાથે ICC ચૅરમૅન જય શાહ, હેડ કોચ ગૌતમ ગંભીર અને BCCI સચિવ દેવજિત સૈકિયાએ પણ મંદિરની મુલાકાત લીધી હતી. ફાઇનલ મૅચ પહેલાં ગૌતમ ગંભીર અને સૂર્યા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે આ મંદિરમાં આશીર્વાદ લેવા આવ્યા હતા. 

t20 world cup world cup indian cricket team team india suryakumar yadav jay shah board of control for cricket in india narendra modi stadium ahmedabad cricket news sports sports news gautam gambhir