10 March, 2026 02:10 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
કારીગરોને એક સાડી બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો
વારાણસીના વણકરોએ ક્રિકેટની થીમ પર ૧૫ બનારસી સાડીઓ બનાવી છે જે T20 વર્લ્ડ કપની ભારતીય સ્ક્વૉડના ખેલાડીઓને ભેટ તરીકે મોકલવામાં આવશે. પત્ની કે પાર્ટનર્સ ધરાવતા ક્રિકેટર્સને ફોટો સાથે બૉક્સમાં સાડી મોકલવામાં આવશે.
દરેક સાડી બનાવવાનો ખર્ચ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની વચ્ચે હતો અને કારીગરોને એક સાડી બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. સાડી પર ભારતીય ટીમે જીતેલી ભૂતપૂર્વ ટ્રોફી સાથે બૅટ અને બૉલને પરંપરાગત બનારસી પૅટર્ન અનુસાર સાડી પર સેટ કરવામાં આવ્યાં છે. અહેવાલ અનુસાર ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા આ પહેલ શરૂ કરી છે.