04 November, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમિમા રૉડ્રિગ્સ, સ્મૃતિ માન્ધના, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડીએ બેડ પર ટ્રોફી સાથે સૂતા હોય એવો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘શું અમે હજી સપનું જોઈ રહ્યાં છીએ?’
ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બનતાં ભારતીય ક્રિકેડ બોર્ડ તેમને ૫૧ કરોડ રૂપિયાનું ઇનામ આપશે. ગઈ કાલે ક્રિકેડ બોર્ડના સેક્રેટરી દેવજિત સૈકિયાએ આની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જીતવા બદલ ક્રિકેટ બોર્ડે ભારતીય મહિલા ટીમને ૫૧ કરોડ રૂપિયાનું ઇનામ આપીને બિરદાવવામાં આવશે જેમાં દરેક ખેલાડીઓ, સપોર્ટ-સ્ટાફ અને નૅશનલ સિલેક્શન કમિટીના મેમ્બર્સ સામેલ છે.
ફાઇનલ પહેલાં એવી ચર્ચા હતી કે ગયા વર્ષે મેન્સ ટીમ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બોર્ડે આપેલા ૧૨૫ કરોડ રૂપિયા જેટલું જ ઇનામ મહિલા ટીમને પણ મળશે.
ભારતને ૪૦ અને સાઉથ આફ્રિકાને મળશે ૨૦ કરોડ રૂપિયા
ભારતીય મહિલાઓને ચૅમ્પિયન બનવા બદલ ICC તરફથી રેકૉર્ડબ્રેક ૪૦ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ પ્રાઇઝ-મની ૧૨૩ રૂપિયા હતા જે ગયા વર્લ્ડ કપ કરતાં ૨૯૭ ટકા વધુ હતા.
વિનર : ભારત (૪૦ કરોડ રૂપિયા)
રનર-અપ : સાઉથ આફ્રિકા (૨૦ કરોડ રૂપિયા)
સેમી ફાઇનલિસ્ટ : ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ (૧૦-૧૦ કરોડ રૂપિયા)