02 December, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની સૌથી મોટી ટેનિસ-બૉલ T10 ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝન માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં ૨૦૨૬ની ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત આ લીગનું ઑક્શન મુંબઈમાં ૯ ડિસેમ્બરે યોજાશે.
દેશનાં ૧૦૧ શહેરોમાંથી કઠોર ટ્રાયલ બાદ ૪૦૮ જેટલા પ્લેયર્સને શૉર્ટલિસ્ટ કર્યા છે. તમામ ૮ ટીમો માટે બજેટ એક કરોડથી વધારીને ૧.૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. સ્ક્વૉડના પ્લેયર્સની સંખ્યા ૧૬થી વધારીને ૧૮ કરવામાં આવી છે. ગુગલી પાવરનો ઉપયોગ કરીને ટીમ બોલીમાં એક લાખ રૂપિયાનો વધારો કરી શકશે. ગઈ સીઝનની ૬ ટીમમાંથી દરેક પાસે બે RTM કાર્ડ હશે જેનાથી ટીમને પોતાના જૂના પ્લેયર્સને ફરી સ્ક્વૉડમાં સામેલ કરવાની તક મળશે. દરેક પ્લેયર્સની બેઝ પ્રાઇસ ૩ લાખ રૂપિયા રહેશે.