27 August, 2025 06:47 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે વરસાદ છતાં મેદાન પર વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ અને ICC વન-ડે વર્લ્ડ કપ 2025 માટે એક અઠવાડિયાના ટ્રેઇનિંગ કૅમ્પમાં હાજરી આપી છે. વિશાખાપટનમમાં કૅમ્પના પહેલા દિવસે ભારે વરસાદ છતાં પ્લેયર્સે મેદાન પર પ્રૅક્ટિસ કરીને સાચી સમર્પણ અને ટીમ-ભાવના દર્શાવી હતી. ફીલ્ડિંગ કોચ મુનીશ બાલી સાથે ટીમે વરસાદ વચ્ચે કૅચિંગ અને ફીલ્ડિંગ-પ્રૅક્ટિસ કરી હતી.