14 November, 2026 09:08 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીતનું વૅક્સ સ્ટૅચ્યુ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન હરમનપ્રીત કૌરે ગઈ કાલે રાજસ્થાનના જયપુરમાં પોતાના વૅક્સ સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું હતું. નાહરગઢની અંદર સ્થિત હિસ્ટોરિકા વૅક્સ મ્યુઝિયમમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેન્ડુલકર સાથે હરમનપ્રીત કૌરનું સ્ટૅચ્યુ પણ જોડાયું છે.
હરમનપ્રીત પહેલી વખત પોતાની મીણની પ્રતિમા જોઈને ગર્વની લાગણી અનુભવી અને પ્રતિમા બનાવનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં ભારતને પ્રથમ મહિલા વર્લ્ડ કપ હરમનપ્રીત કૌરે જિતાડી આપ્યો ત્યારે આ મ્યુઝિયમે તેનું સ્ટૅચ્યુ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.