RCB vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને ટોપ સ્પોટ પર કબજો મેળવ્યો

25 September, 2021 12:07 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૬ વિકેટના નુકસાને ૧૫૬ રન બનાવ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 35મો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે શારજાહ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૫૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવ્યા હતા અને મેચ જીતી હતી. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ તર્જ સ્થાને છે.

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૬ વિકેટના નુકસાને ૧૫૬ રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી અને ૪૧ બોલમાં ૫૩ રન બનાવ્યા બાદ બ્રાવોના બોલ પર જાડેજાએ તેને કેચ આઉટ કર્યો હતો. તો દેવદત્ત પડિક્કલે પણ ટાર્ગેટ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ૫૦ બોલમાં ૭૦ રન બનાવ્યા હતા. રાયડુના હાથે દેવદત્ત પડિક્કલ આઉટ થયા બાદ ટીમની બેટિંગ ગબડી હતી. બોલિંગની વાત કરીએ બ્રાવોની ઇકોનીમી (૬) સૌથી સારી રહી હતી. તેણે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં બેટિંગ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા. ઓછા રનની પારી છત્તા ટીમે મેચ જીતી હતી. બોલિંગની વાત કરીએ તો હર્ષ પટેલે ૨ વિકેટ લીધી હતી. સૌથી વધુ સારી ઈકોનોમી ૬.૫૦ ચહલની રહી હતી. તેણે ૪ ઓવરમાં ૨૬ રન આપીન એક વિકેટ લીધી હતી.

sports news sports cricket news ipl 2021 mahendra singh dhoni ms dhoni virat kohli