અડધી IPLમાં બન્યા ૧૨,૮૪૧ રન : ૧૦૫૧ ચોગ્ગા ને ૬૧૮ સિક્સરથી બન્યા ૭૯૧૨ રન

22 April, 2024 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2024ની લીગ સ્ટેજની ૭૦માંથી ૩૫ મૅચ પૂરી થઈ

પ્રતીકાત્મક તસવીર

IPLની ૧૭મી સીઝનમાં નવા-નવા કીર્તિમાન સ્થાપિત થઈ રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL ઇતિહાસનો સૌથી મોટો ૨૮૭ રનનો સ્કોર બનાવવાની સાથે T20 ઇતિહાસનો પાવરપ્લેનો સૌથી મોટો ૧૨૫ રનનો સ્કોર પણ ખડક્યો હતો. એની જ મૅચ દરમ્યાન બે વાર એક મૅચમાં ૫૦૦થી વધુ રન બન્યા હતા. લીગ-સ્ટેજની ૭૦માંથી ૩૫ મૅચમાં ૧૨,૮૪૧ રન બન્યા છે, જેમાં ૧૦૫૧ ચોગ્ગા અને ૬૧૮ સિક્સરની મદદથી ૭૯૧૨ રન બન્યા છે. ચાલો જાણીએ IPL 2024ના પ્રથમ હાફની રસપ્રદ આંકડાબાજી.

149.05
આટલા સ્ટ્રાઇક-રેટથી બૅટ્સમેનોએ રન ફટકાર્યા

9.09
આટલા રન-રેટથી બેટ્સમેનોએ પાવરપ્લેમાં રન બનાવ્યા 

250+ રન

આટલા રન પાંચ વખત બન્યા. આટલો સ્કોર ૨૦૦૮ અને ૨૦૨૩ની વચ્ચે બે વખત એક ઇનિંગ્સમાં બન્યો હતો

સૌથી વધુ રન : વિરાટ કોહલી (૩૬૧) 
સૌથી વધુ વિકેટ : જસપ્રીત બુમરાહ (૧૩)
સૌથી વધુ સિક્સર : હેન્રિક ક્લાસેન (૨૬)
સૌથી વધુ ચોગ્ગા : ટ્રૅવિસ હેડ (૩૯)
હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર : વિરાટ કોહલી (૧૧૩)
શ્રેષ્ઠ સ્ટ્રાઇક-રેટ : રોમારિયો શેફર્ડ (૨૮૦.૦૦) 
શ્રેષ્ઠ ઇકૉનૉમી : જસપ્રીત બુમરાહ (૫.૯૬)
શ્રેષ્ઠ બોલિંગ ફિગર : જસપ્રીત બુમરાહ (૫/૨૧)

sports news cricket news IPL 2024 royal challengers bangalore mumbai indians sunrisers hyderabad lucknow super giants chennai super kings gujarat titans kolkata knight riders delhi capitals