IPL 2024 Match 41 RCB vs SRH: એક મહિના અને સતત ૬ હાર બાદ બૅન્ગલોર જીત્યું

26 April, 2024 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૨૫ માર્ચે પંજાબ સામેની જીત બાદ બૅન્ગલોર આખરે ૨૫ એપ્રિલે હૈદરાબાદને ૩૫ રનથી હરાવીને સીઝનનમાં બીજો વિજય નોંધાવ્યો હતોઃ ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારનાર રજત પાટીદાર બન્યો મૅચનો હીરો. 

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024 Match 41 RCB vs SRH)માં ગઈ કાલે અપે‌ક્ષા કરતા વિપરીત પરીણામ જોવા મળ્યું હતું. સાતમાંથી પાંચ શાનદાર જીત મેળવીને જોશ બતાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદને આઠમાંથી સાતમાં હારીને પૉઇન્ટ ટેબલમાં તળિયે સંઘર્ષ કરી રહેલા રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોરે ૩૫ રનથી હરાવી દીધુ હતું. બૅન્ગલોરે આપેલા ૨૦૭ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના જોશીલા બૅટરો પાણીમાં બેસી ગયા હતાં અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૧ રન જ બનાવી શક્યા હતાં.

૨૫ માર્ચે પહેલી જીત, ૨૫ એપ્રિલે બીજી જીત

આ જીતના લીધે બૅન્ગલોર (IPL 2024 Match 41 RCB vs SRH) ટીમે અને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેમકે આ મહિનાના સંઘર્ષ અને સતત છ હાર બાદ ટીમે જીતનો સ્વાદ ચાખ્યો હતો. બૅન્ગલોરે આ સીઝનમાં બીજી જ મૅચમાં ૨૫ માર્ચના રોજ પંજાબ સામે જીત મેળવી હતી. હવે ગઈ કાલે બરાબર એક મહિના બાદ, ૨૫ એપ્રિલના રોજ બીજી જીત મેળવીને વધુ બે પૉઇન્ટ મેળવી શક્યું હતું. 

૨૫૦મી લૅન્ડમાર્ક મૅચમાં જીત

ગઈ કાલની મૅચ બૅન્ગલોરની આઇપીએલ (IPL 2024 Match 41 RCB vs SRH)માં ૨૫૦મી મૅચ હતી. આ લૅન્ડમાર્ક મૅચમાં બૅન્ગલોરે ૩૫ રનથી જીત સાથે સેલ‌િબ્રેટ કરી હતી. આઇપીએલમાં ૨૫૦ મૅચ રમનાર બૅન્ગલોર મુંબઈ ઇન્ડિયન્સ (૨૫૫) બાદ બીજી ટીમ બની ગઈ હતી. મુંબઈ એ આજ સીઝનમાં આ લૅન્ડમાર્ક પહેલી એપ્રિલે વાનખેડમાં રાજસ્થાન સામેની મૅચમાં હાસિંલ કયોર઼્ હતો. જોકે મુંબઈને એ મૅચમાં ૬ વિકેટથી પરાજય થયો હતો. 

પાટીદારે બતાવ્યો પાવર

બૅન્ગલોરે ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી (૪૩ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૫૧ રન) અને ફૅફ ડુ પ્લેસીસે (૧૨ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૫ રન) ૩.૫ ઓવરમાં ૪૮ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે ટીમને આક્રમક શરૂઆત કરાવી આપી હતી. બન્ને ઓપનરોની વિદાય બાદ મૅચના હીરો રજત પાટીદારની માત્ર ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી તથા કૅમરૂન ગ્રીને ૨૦ બૉલમાં પાંચ ફોર સાથે ૩૭ રનની આક્રમક ઇનિંગ્સે લીધે બૅન્ગલોરે ૨૦ ઓેવરમાં ૭ વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતાં. હૈદરાબાદ વતી જયદેવ ઉનડકટે ૩૦ રનમાં ૩ અને ટી. નટરાજને ૩૯ રનમાં બે વિકેટ ઝડપી સૌથી સફળ સાબિત થયા હતાં. 

કોઈ જ ન ટકી શક્યું

૨૦૭ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદે પાંચ ઓવરમાં ૫૬ રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અભિષેક શર્મા (૧૩ બૉલમાં ૩૧ રન) અને શાહબાઝ અહમદ (૩૭ બૉલમાં અણનમ ૪૦) તથા કૅપ્ટન પૅટ કમિન્સની ૧૫ બૉલમાં ૩૧ રનની ઇનિંગ્સને લીધે હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૮ વિકેટે સન્માનજનક ૧૭૧ રન સુધી પહોંચી શક્યું હતું. બૅન્ગલોર વતી સ્વપ્નીલ સિંહ, કર્ણ શર્મા અને કૅમરૂન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી, જ્યારે વીલ જૅક્સ અને યશ દયાલને એક-એક વિકેટ મળી હતી. મોહમદ સિરાજને કોઈ વિકેટ નહોતી મળી પણ તેણે ચાર ઓવરમાં માત્ર ૨૦ જ રન આપ્યા હતાં.

બન્નેની પોઝિશનમાં કોઈ ફરક નહીં

બૅન્ગલોરની જીત અને હૈદરાબાદની હાર સાથે પૉ‌ઇન્ટ ટેબલમાં તેમના સ્થાનમાં કોઈ જ ફરક નહોતો પડ્યો. હૈદરાબાદ હાર છતાં ત્રીજા સ્થાને અને બૅન્ગલોર જીત સાથે ૧૦માં અને છેલ્લા જ સ્થાને રહ્યું હતું. 

હવે ટક્કર ક્યારે, કોની સામે?

બૅન્ગલોર હવે રવિવારે અમદાવામાં ગુજરાત સામે હૈદરાબાદ રવિવારે જ ચેન્નઈમાં ચેન્નઈ સામે ટકરાશે. 

ડિવિલયર્સ કરતા ફાસ્ટેસ્ટ રજત

મૅચના હીરો રજત પાટીદારે આખરે તેનો અચલ ટચ બતાવ્યો હતો અને માત્ર પાંચ ગગનચૂંબી સિક્સરો અને બે ફોર સાથે માત્ર ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારી દીધી હતી. રજતની હાફ-સેન્ચુરી એબી ડિવિ‌લિયર્સને પાછળ રાખીને બૅન્ગલોર વતી ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી ફટકારનાર બૅટરોમાં સયુક્તરીતે બીજા ક્રમાંકની બની ગઈ હતી. સૌથી ફાસ્ટેન્ટ ક્રિસ ગેઇલે મા‌ત્ર ૧૭ બૉલમાં ફટકારી છે જ્યારે રૉ‌બિન ઉથ્થપાએ પણ રજતની જેમ ૧૯ બૉલમાં કમાલ કરી છે. િ
હતાં. ડિવિલિયર્સ ૨૧ બૉલમાં હાફ-સેન્ચુરી સાથે ત્રીજા ક્રમાંકે છે.

સતત ૧૦મી સીઝનમાં ચારસો પાર, વિરાટ પ્રથમ

ગઈ કાલે ૪૩ બૉલમાં ૫૧ રનની ઇનિંગ્સ સાથે સીઝનમાં વિરાટે ૪૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. વિરાટે હાઈએસ્ટ ૪૩૦ રન સાથે ઑરેન્જ કૅપ ધારણ કરી છે. આ સાથે કુલ ૧૦ સીઝનમાં ૪૦૦ રનનો આંકડો પાર કરનાર વિરાટ એકમાત્ર ખેલાડી પણ બની ગયો હતો. આ પહેલા વિરાટે ૨૦૧૧માં ૫૫૭ રન, ૨૦૧૩માં ૬૩૪ રન, ૨૦૧૫માં ૫૦૫ રન, ૨૦૧૬માં ૯૭૩ રન, ૨૦૧૮માં ૫૩૦ રન, ૨૦૧૯મા ૪૬૪ રન, ૨૦૨૦માં ૪૬૪ રન, ૨૦૨૧માં ૪૦૫ અને ૨૦૨૩માં ૬૩૯ રન બનાવ્યા હતાં. 

આ ઉપરાંત વિરાટે આઇપીએલનો બીજો પણ એક અનોખો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. વિરાટ આઇપીએલનો પહેલો એવો ખેલાડી બની ગયો છે કે જેમણે કોઈ ટીમની ટુર્નામેન્ટની પ્રથમ અને ૨૫૦મી લૅન્ડમાર્ક મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હોય. 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૪ ૦.૬૯૮
કલકત્તા ૧૦ ૧.૨૦૬
હૈદરાબાદ ૧૦ ૦.૫૭૭
લખનઉ ૧૦ ૦.૧૪૮
ચેન્નઈ ૦.૪૧૫
દિલ્હી -૦.૩૮૬
ગુજરાત -૦.૯૭૪
મુંબઈ -૦.૨૨૭
પંજાબ -૦.૨૯૨
બૅન્ગલોર -૦.૭૨૧

 

IPL 2024 royal challengers bangalore sunrisers hyderabad indian premier league cricket news sports sports news