25 May, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેઑફ્સમાં પહોંચેલી ટીમો
IPLની ગઈ કાલની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે પંજાબ કિંગ્સને હરાવીને એને ૧૭ પૉઇન્ટ પર રોકી રાખ્યું હતું. પ્લેઑફ્સમાં પહોંચેલી અન્ય ટીમોમાં અત્યારે ગુજરાત ટાઇટન્સ ૧૮ પૉઇન્ટ્સ સાથે ટોચ પર છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ૧૭ અને મુંબઈ ઇન્ડિયન્સના ૧૬ પૉઇન્ટ્સ છે. આજે ગુજરાતની મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે, જો આ મૅચ એ જીતી લેશે તો ૨૦ પૉઇન્ટ્સ સાથે નંબર વન બની જશે, કારણ કે પંજાબ, બૅન્ગલોર અને મુંબઈ વધુમાં વધુ ૧૯ કે ૧૮ પૉઇન્ટ્સ સુધી પહોંચવાના છે. જો આજે ગુજરાત હારી ગયું તો ૧૮ પૉઇન્ટ્સ પર અટકી જશે.
આવતી કાલે પંજાબ અને મુંબઈ વચ્ચે મૅચ છે અને મંગળવારે બૅન્ગલોરની મૅચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે. આ બન્ને મૅચોનાં પરિણામ પરથી જ ચાર ટીમોના ક્રમાંક નક્કી થવાના છે.
ગઈ કાલે પંજાબે ૨૦ ઓવરમાં ૮ વિકેટે કરેલા ૨૦૬ રનના જવાબમાં દિલ્હીએ ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૦૮ રન કરીને મૅચ જીતી લીધી હતી.