ડ્રેકે બૅન્ગલોર પર ૬.૪ કરોડ રૂપિયા અને કરણ ઔજલાએ પંજાબ પર ૩.૧૧ કરોડ રૂપિયા લગાડ્યા

05 June, 2025 06:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૅનેડાના બે રૅપર્સે બન્ને ટીમ પર એક સ્પોર્ટ્સ બેટિંગ ઍપ પર કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો હતો જેના સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

ડ્રેકે અને કરણ ઔજલા

બે ટ્રોફી વગરની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની IPL 2025ની ફાઇનલ મૅચે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર ક્રિકેટ-ફૅન્સ જ નહીં, સટ્ટો રમતા સેલિબ્રિટીઓની પણ આ મૅચ પર નજર હતી. કૅનેડાના બે રૅપર્સે બન્ને ટીમ પર એક સ્પોર્ટ્સ બેટિંગ ઍપ પર કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો હતો જેના સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

પંજાબમાં જન્મેલા અને કૅનેડા શિફ્ટ થયેલા રૅપર, સિંગર અને સૉન્ગ-રાઇટર કરણ ઔજલાએ પંજાબ પર ૩.૧૧ કરોડ રૂપિયાનો દાવ લગાવવાની માહિતી શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘લેટ્સ ગો પંજાબ’. તેણે IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં પણ પર્ફોર્મન્સ આપ્યો હતો. કૅનેડાના સિંગર, રૅપર અને ઍક્ટર ઓબ્રે ડ્રેક ગ્રેહામે પણ ઇન્સ્ટાગ્રામ પર બૅન્ગલોર પર ૬.૪ કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હોવાનો સ્ક્રીનશૉટ શૅર કરીને કૅપ્શનમાં ‘ઈ સાલા કપ નામદે’ (આ વર્ષે કપ આપણો છે) લખ્યું હતું.

indian premier league IPL 2025 royal challengers bangalore punjab kings cricket news sports news sports social media