15 May, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકરે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની બાકીની મૅચો શાંતિથી યોજે જેથી પહલગામ હુમલામાં પ્રિયજનો ગુમાવનારા પરિવારોની લાગણીઓનો આદર કરી શકાય. ઑપરેશન સિંદૂરના પગલે સુરક્ષાના કારણે રોકવામાં આવેલી IPL ૧૭ મેથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચ સાથે ફરી શરૂ થવાની છે.
ગાવસકરે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે ‘IPLની બાકી રહેલી મૅચોના આયોજન વખતે મોટા અવાજે સંગીત વગાડવાનું બંધ કરવું જોઈએ અને ચિયરલીડર્સના ડાન્સ પણ રોકી દેવા જોઈએ. મૅચ ભલે રમાય, ભીડ ભલે આવે, ટુર્નામેન્ટ ભલે ચાલુ રહે પણ એમાં ડાન્સિંગ-ગર્લ્સ નહીં, સંગીત નહીં, DJ નહીં, ફક્ત ક્રિકેટ; એના સિવાય બીજું કંઈ નહીં. એ પરિવારોની ભાવનાનો આદર કરવાનો ખરેખર સારો રસ્તો હશે.’