10 April, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સામે ૩૨ બૉલમાં ૬૪ રનની ઇનિંગ્સ રમ્યો હતો રજત પાટીદાર. તસવીર: અતુલ કાંબળે
સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૨ રનની રોમાંચક જીત મેળવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના કૅપ્ટન રજત પાટીદારે એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તે એક સીઝનમાં IPLની સૌથી વધુ ટાઇટલ જીતનાર ત્રણ ટીમોને એમના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવનાર પહેલો કૅપ્ટન બન્યો છે અને તેની ટીમ આ સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની છે.
આ પહેલાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ડેવિડ હસી (MI અને CSK સામે) અને ઍડમ ગિલક્રિસ્ટ (KKR સામે)ના નેતૃત્વમાં પંજાબે ૨૦૧૨માં આ અનોખી સિદ્ધિ મેળવી હતી.
આ IPLમાં પાટીદારની કૅપ્ટન્સીમાં બૅન્ગલોરે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સાત વિકેટે, ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ૫૦ રને અને વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ૧૨ રને માત આપી હતી. તેણે ચેપૉકમાં ૩૨ બૉલમાં ૫૧ રન અને વાનખેડેમાં ૩૨ બૉલમાં ૬૪ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
પાંચ-પાંચ વારની IPL ચૅમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડમાં કૅપ્ટન તરીકે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતવાની અનોખી સિદ્ધિ પણ તેણે મેળવી હતી. આ પહેલાં પ્લેયર તરીકે સ્ટીવ સ્મિથે જ આ કમાલ કરી હતી. પાટીદારના નેતૃત્વમાં બૅન્ગલોર આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ચારમાંથી ત્રણ મૅચ જીત્યું છે. 12 મુંબઈ સામેની મૅચમાં સ્લો ઓવરરેટ બદલ રજત પાટીદારને આટલા લાખ રૂપિયાનો દંડ થયો. "રજત ભાગ્યશાળી છે કે તેને એક એવી ટીમ મળી જે સફળતા માટે ભૂખી છે"- ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકર