26 April, 2025 02:03 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર સામે યશસ્વી જાયસવાલે ૪૯ રન કર્યા હતા.
ગુરુવારે રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જાયસવાલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૨૫૭.૮૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૯ બૉલમાં ૪૯ રન કર્યા હતા. બૅન્ગલોરે આ મૅચમાં ૧૪મી ઓવરમાં પહેલી સિક્સર ફટકારી હતી, પરંતુ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા રાજસ્થાન માટે યશસ્વીએ પહેલા બૉલે જ સિક્સર ફટકારી દીધી હતી.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ઇતિહાસમાં પહેલી વાર કોઈ હરીફ ટીમના બૅટરે ઇનિંગ્સના પહેલા જ બૉલ પર સિક્સર ફટકારી હતી. ઓવરઑલ આ સ્ટેડિયમમાં ત્રીજી વાર આ ઘટના બની હતી. બૅન્ગલોરના જ પ્લેયર્સ મયંક અગરવાલે ૨૦૧૨માં અને વિરાટ કોહલીએ ૨૦૧૯માં રાજસ્થાનની ટીમ સામે આ મેદાન પર ઇનિંગ્સના પહેલા બૉલે સિક્સર ફટકારી હતી.
3
આટલામી વાર IPL ઇનિંગ્સના પહેલા બૉલ પર સિક્સર ફટકારીને સૌથી વધુનો રેકૉર્ડ જાળવી રાખ્યો યશસ્વી જાયસવાલે.