26 May, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
IPL 2026ના લીગ-સ્ટેજ રાઉન્ડમાં સૌથી વધુ ખેલાડીઓને રમાડનાર ટીમ તળિયામાં અને ઓછા ખેલાડીઓ સાથે રમનાર ટીમ ટૉપ પર જોવા મળી છે. લીગ-સ્ટેજ રાઉન્ડમાં મુંબઈએ ૨૪ ખેલાડી અને લખનઉએ ૨૩ ખેલાડીઓનો ઉપયોગ કર્યો. જોકે બન્ને ટીમ પૉઇન્ટ-ટેબલમાં નવમા અને દસમા ક્રમની ટીમ રહી.
આ લિસ્ટમાં દિલ્હી બાવીસ ખેલાડીઓ સાથે ત્રીજા ક્રમે, ચેન્નઈ ૨૧ ખેલાડીઓ સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન ૨૦ ખેલાડીઓ સાથે પાંચમા ક્રમે છે. કલકત્તા, પંજાબ અને હૈદરાબાદે લીગ-સ્ટેજ રાઉન્ડમાં ૧૯ ખેલાડીઓને મેદાન પર ઉતાર્યા હતા. આ લિસ્ટમાં ગુજરાત ૧૮ ખેલાડી સાથે નવમા ક્રમે અને બૅન્ગલોર ૧૬ ખેલાડીઓ સાથે દસમા ક્રમે છે. પ્લેઇંગ ઇલેવનમાં વારંવાર ફેરફાર કરવાને બદલે ખાસ ખેલાડીઓ પર વિશ્વાસ રાખીને રમનાર બૅન્ગલોર અને ગુજરાતની ટીમોએ આ વર્ષે ટૉપ ટૂમાં સ્થાન મેળવ્યું હતું.
|
IPL 2026ની ૭૦ લીગ-સ્ટેજ મૅચના અંતે આવું રહ્યું પૉઇન્ટ-ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૭૮૩ |
૧૮ |
|
ગુજરાત |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૬૯૫ |
૧૮ |
|
હૈદરાબાદ |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૫૨૪ |
૧૮ |
|
રાજસ્થાન |
૧૪ |
૮ |
૬ |
૦ |
+૦.૧૮૯ |
૧૬ |
|
પંજાબ |
૧૪ |
૭ |
૬ |
૧ |
+૦.૩૦૯ |
૧૫ |
|
દિલ્હી |
૧૪ |
૭ |
૭ |
૦ |
-૦.૬૫૧ |
૧૪ |
|
કલકત્તા |
૧૪ |
૬ |
૭ |
૧ |
-૦.૧૪૭ |
૧૩ |
|
ચેન્નઈ |
૧૪ |
૬ |
૮ |
૦ |
-૦.૩૪૫ |
૧૨ |
|
મુંબઈ |
૧૩ |
૪ |
૯ |
૦ |
-૦.૫૧૦ |
૮ |
|
લખનઉ |
૧૪ |
૪ |
૧૦ |
૦ |
-૦.૭૪૦ |
૮ |