IPL 2026ના મિની ઑક્શનના લિસ્ટમાંથી ૧૦૪૦ જણનાં નામ કપાયાં

10 December, 2025 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૯૦માંથી ૩૫૦ પ્લેયર્સ ૭૭ સ્લૉટની બોલી માટે શૉર્ટલિસ્ટ થયા : ૪૦ પ્લેયર્સની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા : ૧૬ ડિસેમ્બરે બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે આૅક્શન

ફાઇલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ૨૦૨૬ની સીઝન માટે ખેલાડીઓના મિની ઑક્શનના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ૧૬ ડિસેમ્બરે UAEના અબુ ધાબીમાં આયોજિત આ ઑક્શનનો સમય પણ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે એ શરૂ થશે. ૧૦ ટીમના ૩૧ વિદેશી પ્લેયર્સ સહિત ૭૭ જણના ખાલી સ્પૉટ ભરવા માટે આ મિની ઑક્શન યોજાશે.

ઑક્શન પહેલાં ૧૩૫૫ પ્લેયર્સે રજિસ્ટ્રેશન કર્યું છે એવા અહેવાલો મળ્યા હતા. જોકે ઑફિશ્યલ જાહેરાત અનુસાર પાછળથી નવાં નામ ઉમેરાતાં એ સંખ્યા ૧૩૯૦ થઈ છે. તમામ ૧૦ ટીમના પ્લેયર્સનું વિશ-લિસ્ટ જાણ્યા બાદ ૧૩૯૦ પ્લેયર્સમાંથી ૧૦૪૦ નામોને હટાવીને ૩૫૦ પ્લેયર્સને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એમાં ૨૪૦ ભારતીય અને ૧૧૦ વિદેશી પ્લેયર્સનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ૨૪ અનકૅપ્ડ ભારતીય ખેલાડીઓ અને ૧૪ અનકૅપ્ડ વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં કૅમરન ગ્રીન, સ્ટીવ સ્મિથ, વેન્કટેશ ઐયર, રવિ બિશ્નોઈ, શાઇ હોપ, ડેવિડ મિલર સહિતના ૪૦ પ્લેયર્સની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. ઉમેશ યાદવ સહિતના ૯ પ્લેયર્સની 
બેઝ-પ્રાઇઝ ૧.૫૦ કરોડ રૂપિયા છે. રોસ્ટન ચેઝ સહિતના ૪ પ્લેયર્સે ૧.૨૫ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ પસંદ કરી છે. જૉની બેરસ્ટો, આકાશદીપ સહિત ૧૭ પ્લેયર્સની કિંમત એક કરોડ રૂપિયા છે. 

કેટલા પ્લેયર્સે પસંદ કરી કઈ બેઝ-પ્રાઇસ?

૨ કરોડ

૪૦

૧.૫૦ કરોડ

૧.૨૫ કરોડ

૧ કરોડ

૧૭

૭૫ લાખ

૪૨

૫૦ લાખ

૪૦ લાખ

૩૦ લાખ

૨૨૭

ક્વિન્ટન ડી કૉકની સરપ્રાઇઝ એન્ટ્રી 

સાઉથ આફ્રિકાના વિકેટકીપર અને બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકનું નામ આ લિસ્ટમાં નહોતું. દેખીતી રીતે કેટલીક ફ્રૅન્ચાઇઝીની ભલામણ પર તેનું નામ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. ઑલમોસ્ટ ૩૩ વર્ષના આ પ્લેયરે પોતાની બેઝ-પ્રાઇસ બે કરોડથી ઘટાડીને એક કરોડ રૂપિયા કરી દીધી છે. તેણે ૬ ટીમ માટે આ લીગની ૧૧૫ મૅચમાં ૩૩૦૯ રન કર્યા છે. છેલ્લે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે તેણે ૮ મૅચમાં ૧૫૨ રન કર્યા હોવાથી તેને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો.

IPL 2026 indian premier league chennai super kings delhi capitals gujarat titans kolkata knight riders lucknow super giants mumbai indians punjab kings rajasthan royals royal challengers bangalore sunrisers hyderabad cricket news sports sports news board of control for cricket in india