05 May, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ સૉલ્ટ
ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને લીગ-સ્ટેજના મહત્ત્વપૂર્ણ તબક્કામાં મોટો ફટકો પડ્યો છે, કારણ કે ફિલ સૉલ્ટ આંગળીના મેડિકલ સ્કૅન માટે ઇંગ્લૅન્ડ પાછો ફર્યો છે. ૧૮ એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામેની ઘરઆંગણાની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન તેની આંગળીમાં ઇન્જરી થઈ હતી.
આંગળીમાં ઇન્જરીને કારણે છેલ્લી ત્રણ મૅચથી ફિલ સૉલ્ટને બદલે જેકબ બેથલ બૅન્ગલોર માટે ઓપનિંગ કરી રહ્યો છે. ૨૯ વર્ષના ફિલ સૉલ્ટે સીઝનની શરૂઆતમાં ૧૬૮.૩૩ના પ્રભાવશાળી સ્ટ્રાઇક-રેટથી ૬ ઇનિંગ્સમાં ૨૦૨ રન બનાવ્યા હતા. જેકબ બેથલ ઓપનર તરીકે છેલ્લી ત્રણ મૅચમાં ૩૯ રન જ કરી શક્યો છે.