03 June, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી, ફિન ઍલન
IPL 2026માં ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સારા બૅટિંગ સ્ટ્રાઇક-રેટ (૧૫૬.૩૪)નો રેકૉર્ડ બન્યો છે. અગાઉ ૧૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી છેલ્લી બે સીઝનમાં જ રન બન્યા હતા. બૅટિંગ સ્ટ્રાઇક-રેટ ૨૦૨૪માં ૧૫૦.૫૮નો અને ૨૦૨૫માં ૧૫૨.૩૯નો હતો.
આ પહેલી એવી IPL સીઝન પણ હતી જ્યાં ભારતીય બૅટ્સમેનોએ વિદેશી બૅટ્સમેન કરતાં ઝડપી રન બનાવ્યા. વિદેશી ખેલાડીઓના ૧૫૪.૭૧ના સ્ટ્રાઇક-રેટની સરખામણીમાં ભારતીય ખેલાડીઓનો સ્ટ્રાઇક-રેટ ૧૫૭.૧૦નો રહ્યો હતો. ભારતીયોમાં વૈભવ સૂર્યવંશીનો ૨૩૭.૩૦નો શ્રેષ્ઠ સ્ટ્રાઇક-રેટ હતો, જ્યારે વિદેશીઓમાં ફિન ઍલનનો ૨૧૪.૧૧નો સ્ટ્રાઇક-રેટ ૨૧૪.૧૧ સૌથી સારો હતો.