વિરાટનો બાળપણનો અવતાર ભાઈ-પપ્પા સાથે દેખાયો

05 May, 2026 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા વિડિયોમાં આ ત્રણેય બાપ-દીકરાઓ વિરાટ કોહલી જેવા દેખાયા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

થોડા સમય પહેલાં ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન વિરાટ કોહલીનો બાળપણનો લુક ધરાવતો ગર્વિત ઉત્તમ ચર્ચામાં આવ્યો હતો. હાલમાં આ જ બાળક તેના પપ્પા અને ભાઈ સાથે એક સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની જર્સી પહેરીને IPL જોવા પહોંચ્યો હતો. 

સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા વિડિયોમાં આ ત્રણેય બાપ-દીકરાઓ વિરાટ કોહલી જેવા દેખાયા હતા. સોશ્યલ મીડિયા પર લોકોએ ‘કોહલી મલ્ટિવર્સ વાસ્તવિક છે’, ‘કોહલીના લાંબા સમયથી ખોવાયેલા સંબંધીઓ’ અને ‘બૅન્ગલોરને એમની બૅકઅપ ટીમ મળી ગઈ’ જેવી રમૂજી કમેન્ટ કરી હતી.

IPL 2026 indian premier league virat kohli social media viral videos viral post cricket news sports sports news