T20 વર્લ્ડ કપમાં ભારતીય વિકેટકીપર-બૅટર તરીકે ધોનીનો રેકૉર્ડ તોડ્યો ઈશાન કિશને

14 February, 2026 06:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નામિબિયા સામે ઈશાન કિશને ૨૪ બૉલમાં ૬૧ રન કર્યા હતા. ધોનીએ ૨૦૦૭માં ભારતના વિકેટકીપર-બૅટર તરીકે ૩૩ બૉલમાં ૪૫ રન કર્યા હતા. ઈશાન કિશન ભારત માટે વિકેટકીપર તરીકે ફિફ્ટી ફટકારનાર પહેલો બૅટર પણ બન્યો છે. 

નામિબિયા સામે શાનદાર પ્રદર્શન કરવા બદલ ડ્રેસિંગ રૂમમાં ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ જીત્યો હતો ઈશાન કિશન.

દિલ્હીમાં નામિબિયા સામેની મૅચમાં ઈશાન કિશને ૨૫૪.૧૬ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર અને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ૧૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. મેન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ધોનીને પછાડીને ઈશાન કિશન ભારત તરફથી  હાઇએસ્ટ સ્કોર કરનાર વિકેટકીપર-બૅટર બન્યો છે. નામિબિયા સામે ઈશાન કિશને ૨૪ બૉલમાં ૬૧ રન કર્યા હતા. ધોનીએ ૨૦૦૭માં ભારતના વિકેટકીપર-બૅટર તરીકે ૩૩ બૉલમાં ૪૫ રન કર્યા હતા. ઈશાન કિશન ભારત માટે વિકેટકીપર તરીકે ફિફ્ટી ફટકારનાર પહેલો બૅટર પણ બન્યો છે. 

ishan kishan ms dhoni delhi news namibia world cup cricket news sports news sports