✕

જેકબ ડબીએ ૨૧મી સદીના બ્રેટ લીના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

23 November, 2026 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર ફાસ્ટ બોલર તરીકે જેકબ ડબીએ ૨૧મી સદીના બ્રેટ લીના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

જેકબ ડફી

ન્યુ ઝીલૅન્ડના ૩૨ વર્ષના ફાસ્ટ બોલર જેકબ ડફીએ ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ-ક્રિકેટના શરમજનક રેકૉર્ડ લિસ્ટમાં એન્ટ્રી કરી છે. ભારતીય ટીમ સામેની પહેલી ઇનિંગ્સમાં જેકબ ડફીએ ૩૩ ઓવરમાં ૨૦૧ રન આપીને ૧ વિકેટ લીધી હતી. માત્ર ૧ મેઇડન ઓવર ફેંકનાર આ બોલરે ૭ નો-બૉલ અને ૧ વાઇડ-બૉલ પણ ફેંક્યા હતા.

એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર ફાસ્ટ બોલરનું પ્રદર્શન

૧૯૫૮ માં પાકિસ્તાનના ખાન મોહમ્મદે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૫૯-૦

૧૯૫૮માં પાકિસ્તાનના ફૈઝલ મહમૂદે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૪૭-૨

૧૯૮૩માં ભારતના કપિલ દેવે પાકિસ્તાન સામે ૨૨૦-૭

૧૯૮૭માં ઇંગ્લૅન્ડના ઇયાન બૉથમે પાકિસ્તાન સામે ૨૧૭-૩

૨૦૦૪માં ઑસ્ટ્રેલિયાના બ્રેટ લીએ ભારત સામે ૨૦૧-૪

૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડના જેકબ ડફીએ ભારત સામે ૨૦૧-૧

૨૧મી સદીમાં એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ ૨૦૧ રન આપવા મામલે જેકબ ડબીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીની બરાબરી કરી છે. ૨૦૦૪માં સિડનીમાં બ્રેટ લીએ ભારત સામેની ટેસ્ટ-ઇનિંગ્સમાં ૩૯.૩ ઓવરમાં ૨૦૧ આપી દીધા હતા. એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર ફાસ્ટ બોલરના લિસ્ટમાં સામેલ ટૉપ ફોર બોલર્સનું શરમજનક પ્રદર્શન ૨૦૦૦ના વર્ષ પહેલાં નોંધાર્યું હતું. 

new zealand sports news sports pakistan cricket news australia