17 September, 2026 01:32 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
જપાનના રાજદૂત ઓનો કેઇચીએ ટીમ ઇન્ડિયાને દારુમા ભેટ આપ્યું
ગઈ કાલે દિલ્હીમાં ભારતમાં જપાનના રાજદૂત ઓનો કેઇચીએ સિનિયર મેન્સ ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસ અને ટીમ ઇન્ડિયાના સભ્યોને જપાનના રાજદૂતે જપાની દારુમા ગિફ્ટ કર્યું હતું, જેને જપાનમાં સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
ભારતીય મેન્સ ટીમ જપાન માટે લગભગ ૧૮ સપ્ટેમ્બરે રવાના થશે. બાવીસ સપ્ટેમ્બરે ભારત અને જપાન વચ્ચે ઐતિહાસિક T20 મૅચ રમાશે. એશિયન ગેમ્સ 2026માં ૨૪ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર વચ્ચે મેન્સ ક્રિકેટ ઇવેન્ટ યોજાશે.