05 July, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન તરીકે બેલફાસ્ટ ગયેલી ભારતીય ટીમને આયરલૅન્ડ સામે ૦-૨થી T20 સિરીઝ હારનો સામનો કરવો પડ્યો હતો. સુનીલ ગાવસકરે અે T20 સિરીઝ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સુનીલ ગાવસકર કહે છે કે ‘૨૮ જૂનને ભારતીય ક્રિકેટના સૌથી ખરાબ દિવસોમાંના એક તરીકે યાદ રાખવામાં આવશે. ક્રિકેટ મૅચ હારવી એ એક વાત છે, પરંતુ સિરીઝ હારવી એ પણ આયરલૅન્ડ સામે એ સૌથી ખરાબ વાત છે. ભારતીય ક્રિકેટે ઘણો ખરાબ સમય જોયો છે અને હું અેમાંથી કેટલાકનો ભાગ રહ્યો છું, પરંતુ આયરલૅન્ડ સામે હારવું એ ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી ખરાબ સમય પૈકીનો એક છે.’
સુનીલ ગાવસકર વધુમાં કહે છે કે ‘જો આયરલૅન્ડ ઉત્તમ ક્રિકેટ રમ્યું હોત તો હાર ઓછી પીડાદાયક હોત. આપણે ફક્ત વધુપડતા આત્મવિશ્વાસ અને બેદરકારીને કારણે હાર્યા અેથી જ આટલું દુઃખ થાય છે. ૧૯૮૩ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝના બૅટર્સમાં આવો જ વધુપડતો આત્મવિશ્વાસ અને બેદરકારી હતી.’