18 October, 2025 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતની કિરણ નવગિરેએ ૩૪ બૉલમાં વિમેન્સ T20ની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી
મહારાષ્ટ્રના પુણેની બૅટર કિરણ નવગિરેએ જોરદાર બૅટિંગ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. નાગપુરમાં પંજાબ સામે ૧૧૧ રનનો પીછો કરતાં તેણે ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને મહારાષ્ટ્રને સિનિયર વિમેન્સ T20 ટ્રોફી મૅચમાં ૮ ઓવરમાં ૯ વિકેટે જીત અપાવી હતી.
તેણે માત્ર ૩૪ બૉલમાં અને ૩૦૦+ના સ્ટ્રાઇક-રેટથી સદી ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન શોફી ડિવાઇનનો ૩૬ બૉલનો રેકૉર્ડ તોડ્યો હતો. શોફીએ ૨૦૨૧માં ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં આ રેકૉર્ડ કર્યો હતો.
કિરણ ૩૫ બૉલમાં ૧૪ ફોર અને ૭ સિક્સરની મદદથી ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ ૩૦૨.૮૬ના સ્ટ્રાઇક-રેટથી રમી હતી. ભારત માટે ૨૦૨૨માં ડેબ્યુ કરીને કિરણ ૬ T20 મૅચમાં ૧૭ રન કરી શકી હતી. તેણે વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વૉરિયર્સ માટે પચીસ મૅચમાં ૪૧૯ રન કર્યા છે.