✕

ભારત આવા બોલિંગ આક્રમણ સાથે વર્લ્ડ કપ જીતે એનો કોઈ ચાન્સ નથી

05 October, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ક્રિકેટર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્ત કહે છે...

ભૂતપૂર્વ ક્રિકેટર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્ત

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય બોલિંગ અટૅક નબળો જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ વગરના આ બોલિંગ યુનિટે ત્રણ મૅચમાં ૧૦૫૨ રન આપી દીધા હતા. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ (૨૪૦ રન આપીને એક વિકેટ) પછી ભારતના ગુરનૂર બરાડે (૨૨૦ રન આપીને ત્રણ વિકેટ) સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.

ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્ત કહે છે, ‘ભારતનું બોલિંગ આક્રમણ ખૂબ જ સામાન્ય છે. આવી બોલિંગ સાથે વર્લ્ડ કપ જીતવાની કોઈ શક્યતા નથી. ભારત માત્ર ગુરનૂર બરાડ અને અંશુલ કમ્બોજ જેવા રૅન્ડમ ખેલાડીઓને તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એમાં કોઈ તર્ક નથી. વેસ્ટ ઇન્ડીઝના આટલા નબળા બોલિંગ આક્રમણ સામે પણ ભારત માત્ર ૩૫૦ રન બનાવી શક્યું અને આ ટીમમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સિવાયના બાકીના તમામ મુખ્ય ખેલાડીઓ સામેલ હતા. વેસ્ટ ઇન્ડીઝ જેવી ટીમ સામે તમે મૅચ હારી ન શકો.’

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતે ત્રણ બોલિંગ વિકલ્પોનું ડેબ્યુ કરાવ્યું હતું. સ્પિનર નમન ધીર ૧૬.૩ ઓવરમાં ૧૦૪ રન આપીને એક વિકેટ લઈ શક્યો હતો. માત્ર ડેબ્યુ વન-ડે રમનાર ફાસ્ટ બોલર્સ આકિબ નબી ૮.૫ ઓવરમાં ૮૪ રન અને અંશુલ કમ્બોજ ૯ ઓવરમાં ૮૨ રન આપીને વિકેટલેસ રહ્યા હતા. 

indian cricket team team india gurnoor brar jasprit bumrah hardik pandya cricket news sports sports news world cup