✕

માર્કો યાન્સેન નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર બન્યો, રવીન્દ્ર જાડેજાની ૪ વર્ષ ચાલેલી બાદશાહત ખત્મ

29 October, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાન કિશનને પછાડીને અભિષેક શર્મા બન્યો નંબર વન T20 બૅટર.

માર્કો યાન્સેન

ICCના અપડેટેડ રૅન્કિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યાન્સેન (૪૫૧ રેટિંગ) ભારતના રવીન્દ્ર જાડેજા (૪૨૨ રેટિંગ)ને પછાડીને નવો નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર બન્યો છે. રવીન્દ્ર જાડેજા ૨૦૨૨ની ૨૦ માર્ચથી રેકૉર્ડ ૧૬૮૩ દિવસ એટલે કે ૪ વર્ષથી વધુ સમયથી આ સ્થાન પર બાદશાહત ધરાવતો હતો. 

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે માર્કો યાન્સેન ટેસ્ટ બોલિંગ રૅન્કિંગમાં પણ પાંચ સ્થાનના ફાયદા સાથે પહેલા ક્રમે પહોંચ્યો છે. ઑસ્ટ્રેલિયાનો મિચલ સ્ટાર્ક બીજા ક્રમે સરકી ગયો છે. આ ફાસ્ટ બોલર બૅટિંગ રૅન્કિંગમાં ૧૩ સ્થાનના ફાયદા સાથે ૫૬મા ક્રમે પહોંચ્યો છે. સાઉથ આફ્રિકાનો ટેમ્બા બવુમા ૪ સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે.

ન્યુ ઝીલૅન્ડ સામે તોફાની બૅટિંગ પછી અભિષેક શર્મા (૮૯૭ રેટિંગ) T20 બૅટિંગ રૅન્કિંગમાં ફરી પહેલા ક્રમે આવી ગયો છે. સતત બે મૅચમાં ઇન્જરીને કારણે ન રમી શકનાર ઈશાન કિશન (૮૬૬ રેટિંગ) બે સ્થાન નીચે ત્રીજા ક્રમે આવી ગયો છે. પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન (૮૮૩ રેટિંગ) એક સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે છે.

abhishek sharma ishan kishan cricket news ravindra jadeja test cricket australia sports news sports south africa pakistan t20