16 September, 2025 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MCAએ લૉન્ચ કરી મુંબઈ વિમેન્સ કૅપ્ટન્સ વૉલ
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ ગઈ કાલે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં MCA શરદ પવાર ઇન્ડોર ક્રિકેટ ઍકૅડેમી અને રિક્રીએશન સેન્ટર ખાતે મુંબઈની વિમેન્સ કૅપ્ટન્સને ખાસ ભેટ આપી હતી. તેમના ફોટોવાળી મુંબઈ વિમેન્સ કૅપ્ટન્સ નામની વૉલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિમેન્સ ક્રિકેટર, MCA પ્રમુખ અજિંક્ય નાઈક સહિત યંગ ક્રિકેટર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેમને આગામી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ટ્રોફી સાથે નજીકથી ફોટો પડાવવાની તક મળી હતી.