કચ્છી કડવા પાટીદાર v/s પરજિયા સોની

24 March, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લેઑફના લો-સ્કોરિંગ ઍન્ડ હાઈ-વૉલ્ટેજ મુકાબલા બાદ મળી ગયા ૧૭મી સીઝનના ફાઇનલિસ્ટ, આવતી કાલે ચૅમ્પિયન બનવા માટે જામશે ટક્કર

મિડ-ડે ક્રિકેટ

ચાર વખતની વિજેતા ટીમ ટકરાશે સૌપ્રથમ વાર ચૅમ્પિયન બનવા થનગની રહેલી સૉલિડ ઑલરાઉન્ડ ટીમ સામે : ક્વૉલિફાયર-વનમાં હાલાઈ લોહાણાના હાથમાં આવેલી બાજી કચ્છી કડવા પાટીદારના ભાવિક ભગતે છેલ્લા બે બૉલમાં બે સિક્સર ફટકારીને છીનવી લીધી, ૬૪ રનના ટાર્ગેટ સામે છેલ્લી ઓવરમાં ૨૪ અને છેલ્લા બે બૉલમાં બનાવવાના હતા ૧૫ રનઃ  એલિમિનેટરમાં ગઈ સીઝનની ચૅમ્પિયન કપોળ પહેલા બે બૉલમાં બે સિક્સર અને ચાર ઓવરમાં ૪૯ રન ફટકારીને સૉલિડ શરૂઆત કર્યા બાદ ફસડાઈ પડી અને પરજિયા સોની સામે હારીને લીધી વસમી વિદાય : ક્વૉલિફાયર-ટૂમાં હાલાઈ લોહાણાને બૅટર્સની નિષ્ફળતા નડી, પરજિયા સોનીએ સતત બીજી જીત મેળવીને પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો.

ક્વૉલિફાયર

કચ્છી કડવા પાટીદારનો હાલાઈ લોહાણા સામે વિકેટે વિજય.

હાલાઈ લોહાણા (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૬૩  રન – સ્નેહલ વિઠલાણી ૧૬ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૨૪, શુભમ છગ ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૩ અને મનન ખખ્ખર ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન. હિરેન રંગાણી ૧૦ રનમાં અને વેદાંશ ધોળુ ૧૨ રનમાં બે-બે વિકેટ)

કચ્છી કડવા પાટીદાર (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૭૦  રન – ભાવિક ભગત‌ ૨૯ બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૨૭, દિનેશ નાકરાણી ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૨ અને જેસલ નાકરાણી ૧૧ બૉલમાં એક ફોર સાથે ૯ રન. નિકુંજ કારિયા ૮ રનમાં બે તથા જય ચંદારાણા ૧૧ રનમાં અને પૃથ્વી ખખ્ખર ૨૫ રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅચ : કચ્છી કડવા પાટીદારનો ભાવિક ભગત (૨૯ બૉલમાં અણનમ ૨૭ રન)

કચ્છી કડવા પાટીદારના ભાવિક ભગતને અસોસિએટ સ્પૉન્સર જસ્ટ પ્રૉપર્ટીઝના પ્રશાંત વિઠલાણીના હસ્તે.

એલિમિનેટર

પરજિયા સોનીનો કપોળ સામે વિકેટે વિજય.

કપોળ (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૩ રન – ઉમંગ શેઠ ૧૦ બૉલમાં બે સિક્સર સાથે ૨૧, સિતાંશુ પારેખ ૧૮ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૭, પાર્થ મથુરિયા ૧૨ બૉલમાં એક ફોર સાથે ૧૪ અને આકાશ મહેતા ૧૩ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૨ રન. પરીક્ષિ‌‌ત ધાણક પાંચ રનમાં ૩ તથા ધર્મિત ધાણક ૧૧ રનમાં અને મોનિલ સોની ૨૨ રનમાં એક-એક વિકેટ)

પરજિયા સોની (૯.૪ ઓવરમાં ચાર વિકેટે ૭૫  રન – રાહુલ સોની ૧૬ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૩, વિક્કી સોની ૨૪ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૧, દેવાંશ હીરાણી ૩ બૉલમાં બે ફોર સાથે અણનમ ૮ રન. દીવ મોદી ૧૫ રનમાં બે તથા સિતાંશુ પારેખ ૯ રનમાં અને હર્ષિત ગોરડિયા ૧૬ રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅચ : પરજિયા સોનીનો પરીક્ષિ‌‌ત ધાણક (પાંચ રનમાં ૩ વિકેટ અને એક મેઇડન ઓવર)

પરજિયા સોનીના પરીક્ષિ‌‌‌ત ધાણકને ઘાટકોપર જૉલી જિમખાનાના મૅનેજિંગ કમિટીના મેમ્બર તથા ક્રિકેટ સબ-કમિટીના ઇન્ચાર્જ નિશિથ ગોળવાળાના હસ્તે.

ક્વૉલિફાયર

પરજિયા સોનીનો હાલાઈ લોહાણા સામે વિકેટે વિજય.

હાલાઈ લોહાણા (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૧ રન – સ્નેહલ વિઠલાણી ૨૭ બૉલમાં ૬ ફોર સાથે ૩૧ અને પાર્થ રુઘાણી ૭ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫ રન. મોનિલ સોની પાંચ રનમાં, ધર્મિત સોની ૧૨ રનમાં અને ધવલ સોની ૧૬ રનમાં બે-બે તથા યશ ધાણક ૯ રનમાં અને પરીક્ષ‌િ‌‌ત‌ ધાણક ૧૬ રનમાં એક-એક વિકેટ)

પરજિયા સોની (૭.૪ ઓવરમાં બે વિકેટે ૭૪ રન – જિગર સોની ૨૭ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૬, વિક્કી સોની ૧૪ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૧ અને યશ ધાણક પાંચ બૉલમાં એક ફોર સાથે ૭ રન. વિનેશ ઠક્કર ૩ રનમાં અને પાર્થ રુઘાણી ચાર રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅચ : પરજિયા સોનીનો જિગર સોની (૨૭૪ બૉલમાં ૩૬ રન)

પરજિયા સોનીના જિગર સોનીને તેના સમાજના અગ્રણી વિપુલ ઘઘડા તથા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અગ્રણી રાજુ લીંબાણીના હસ્તે. (તસવીરો : સતેજ શિંદે)

જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ ટુર્નામેન્ટની લાગલગાટ ૧૭મી સીઝન

mid day decodes gujarati community news gujaratis of mumbai cricket news test cricket sports news sports mumbai