16 March, 2025 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે ક્રિકેટ
આ સીઝનથી શરૂ થયેલા સુપર સિક્સ રાઉન્ડનો પહેલો દિવસ ભારે રોમાંચક રહ્યો : ગઈ સીઝનની ચૅમ્પિયન કપોળે ચાર વખતની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર સામે એક સમયે પાંચ ઓવરમાં ૩૯ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ગૌરાંગ પારેખની અફલાતૂન ઇનિંગ્સને જોરે કમબૅક કરીને ૧૫ રનથી રોમાંચક જીત મેળવી : ત્રણ વખતની ચૅમ્પિયન હાલાઈ લોહાણાએ ઓપનર અને ૧૫મી સીઝનના બેસ્ટ બૅટર શુભમ છગની ધમાકેદાર હાફ-સેન્ચુરી તેમ જ બોલરોના જોરે બનાસકાંઠા રૂખી સામે ૫૩ રનની મસમોટી જીત સાથે પ્લે-ઑફ રાઉન્ડમાં સ્થાન ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધું : ત્રીજી અને છેલ્લી મૅચમાં કપોળે પરજિયા સોનીને આઠ ઓવરમાં માત્ર ૬૮ રન સુધી કન્ટ્રોલમાં રાખ્યા બાદ છેલ્લી બે ઓવરમાં કરેલી ૩૫ રનની લહાણી ભારે પડી અને આખરે ૨૧ રનથી હાર જોવી પડી, પરજિયા સોનીનો મોનિલ સોની છેલ્લા પાંચ બૉલમાં ૧૭ રન ફટકારીને ટીમને ૧૦૦ પ્લસના ચૅલેજિંગ સ્કોર સુધી લઈ ગયો અને ત્યાર બાદ બે ઓવરમાં માત્ર ૧૩ રન આપીને હર્ષિત ગોરડિયા અને ગૌરાંગ પારેખની મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને ટીમની રોમાંચક જીતનો હીરો બની ગયો
મૅચ ૧
કપોળનો કચ્છી કડવા પાટીદાર સામે ૧૫ રનથી વિજય
કપોળ (૧૦ ઓવરમાં ૯૧ રનમાં ઑલઆઉટ – ગૌરાંગ પારેખ ૨૦ બૉલમાં ચાર સિક્સર અને બે ફોર સાથે ૩૮, હર્ષિત ગોરડિયા ૭ બૉલમાં ૩ ફોર સાથે ૧૪ અને દીવ મોદી ૮ બૉલમાં એક ફોર સાથે ૬ રન. ભાવિક ભગત પાંચ રનમાં, હિરેન રંગાણી ૧૨ રનમાં અને જેસલ નાકરાણી ૨૦ રનમાં બે-બે તથા વેદાંશ ધોળુ ૧૮ રનમાં અને દિનેશ નાકરાણી ૨૩ રનમાં એક-એક વિકેટ)
કચ્છી કડવા પાટીદાર (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન – વેદાંશ ધોળુ ૧૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૪, દિનેશ નાકરાણી ૧૨ બૉલમાં બે સિક્સર સાથે ૧૮ અને વંશ પટેલ ૧૫ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૫ રન. ઉમંગ શેઠ ૬ રનમાં અને સિતાંશુ પારેખ ૧૨ રનમાં બે-બે તથા દીવ મોદી ૧૪ રનમાં એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચ : કપોળનો ગૌરાંગ પારેખ (૨૦ બૉલમાં ૩૮ રન)
મૅચ ૨
હાલાઈ લોહાણાનો બનાસકાંઠા રૂખી સામે ૫૩ રનથી વિજય
હાલાઈ લોહાણા (૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૨૦ રન – શુભમ છગ ૨૯ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણનમ બાવન, ધુન સોમૈયા ૧૩ બૉલમાં બે સિક્સર સાથે ૨૦, સ્નેહલ વિઠલાણી પાંચ બૉલમાં ત્રણ ફોર સાથે અણનમ ૧૪ અને મનન ખખ્ખર ૧૦ બૉલમાં એક ફોર સાથે ૧૩ રન. સંજય સોલંકી ૬ રનમાં, નીતિન સોલંકી ૧૪ રનમાં અને ખિમજી મકવાણા ૧૯ રનમાં એક-એક વિકેટ)
બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૭ રન – ચેતન સોલંકી ૩૧ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૪૨, રાકેશ વાલંત્રા ૯ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫ અને મનોજ રાઠોડ પાંચ બૉલમાં એક ફોર સાથે અણનમ પાંચ રન. નિકુંજ કારિયા ૯ રનમાં ૩ તથા વિનેશ ઠક્કર ૧૧ રનમાં અને પાર્થ રુઘાણી ૨૩ રનમાં એક-એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચઃ હાલાઈ લોહાણાનો શુભમ છગ (૨૯ બૉલમાં અણનમ બાવન રન)
મૅચ ૩
પરજિયા સોનીનો કપોળ સામે ૨૧ રનથી વિજય
પરજિયા સોની (૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૦૩ રન – જિગર સોની પચીસ બૉલમાં બે ફોર સાથે ૩૬, રાહુલ સોની ૧૮ બૉલમાં ચાર ફોર સાથે અણનમ પચીસ અને મોનિલ સોની પાંચ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૧૭ રન. સિતાંશુ પારેખ ૧૫ રનમાં, હર્ષિત ગોરડિયા ૧૭ રનમાં અને આકાશ ભુતા ૨૪ રનમાં એક-એક વિકેટ)
કપોળ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૨ રન – ઉમંગ શેઠ ૨૧ બૉલમાં પાંચ ફોર સાથે ૨૮, હર્ષિત ગોરડિયા ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૨ અને મૌલિક મહેતા ૭ બૉલમાં બે ફોર સાથે ૯ રન. મોનિલ સોની ૧૩ રનમાં બે તથા દેવાંગ સાગર ૮ રનમાં, સારંગ સોની ૧૧ રનમાં અને ધવલ સોની ૧૭ રનમાં એક-એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચઃ પરજિયા સોનીનો મોનિલ સોની (પાંચ બૉલમાં અણનમ ૧૭ રન અને બે વિકેટ)
પૉઇન્ટ પોઝિશન – સુપર સિક્સ રાઉન્ડ |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રન-રેટ |
હાલાઈ લોહાણા |
૧ |
૧ |
૦ |
૨ |
૫.૩૦ |
પરજિયા સોની |
૧ |
૧ |
૦ |
૨ |
૨.૧૦ |
કપોળ |
૨ |
૧ |
૧ |
૨ |
-૦.૩૦ |
કચ્છી કડવા પાટીદાર |
૧ |
૦ |
૧ |
૦ |
-૧.૫૦ |
બનાસકાંઠા રૂખી |
૧ |
૦ |
૧ |
૦ |
-૫.૩૦ |
માહ્યાવંશી |
૦ |
૦ |
૦ |
૦ |
૦.૦ |
મૅચ-શેડ્યુલ
આજની સુપર સિક્સ મૅચ
સવારે ૯.૩૦
હાલાઈ લોહાણા v/s માહ્યાવંશી
સવારે ૧૧.૩૦
કચ્છી કડવા પાટીદાર v/s પરજિયા સોની
બપોરે ૧.૩૦
બનાસકાંઠા રૂખી v/s માહ્યાવંશી
શુક્રવારની પ્લે-ઑફ મૅચ
સવારે ૯.૦૦
ક્વૉલિફાયર-વન : નંબર વન ટીમ v/s નંબર ટૂ ટીમ
સવારે ૧૧.૦૦
એલિમિનેટર : નંબર થ્રી ટીમ v/s નંબર ફોર ટીમ
બપોરે ૨.૦૦
ક્વૉલિફાયર-ટૂ :
ક્વૉલિફાયર-વનની પરાજિત ટીમ v/s એલિમિનેટરની વિજેતા ટીમ
નોંધ : દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.