18 September, 2026 01:03 PM IST | Lahore | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાનના વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાને લાહોર હાઈ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં મોહમ્મદ રિઝવાને નૅશનલ સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) દ્વારા તેની સામે બહાર પાડવામાં આવેલા સમન્સને પડકાર્યો છે.
શિસ્ત અને ગેરવર્તણૂક વિશેના મીડિયા અહેવાલો પછી NCCIAએ મોહમ્મદ રિઝવાન અને તેના સાથી બૅટ્સમૅન ઇમામ-ઉલ-હકને સમન્સ પાઠવ્યા હતા. બન્ને ખેલાડીઓ ગયા ગુરુવારે એજન્સીની લાહોરની ઑફિસમાં હાજર થયા હતા અને તેમને ઘણાં પાનાંની પ્રશ્નાવલિ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ઇમામે ૧૫ સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલાં એક પ્રતિનિધિ દ્વારા પોતાના જવાબો સબમિટ કર્યા હતા, જ્યારે રિઝવાને તેના જવાબમાં તપાસની પદ્ધતિ અને NCCIAના અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા હતા.