✕

આગામી વન-ડે અને T20 વર્લ્ડ કપ વિશે વિચારવાનું છોડી દીધું છે મોહમ્મદ શમીએ

28 November, 2026 01:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૬ વર્ષનો મોહમ્મદ શમી આગળ કહે છે કે ‘અત્યારે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. સિલેક્ટર્સ જે પણ નિર્ણય લેશે એ શ્રેષ્ઠ જ હશે.

મોહમ્મદ શમી

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટીમ ઇન્ડિયામાં કમબૅક વિશે મોટું નિવેદન આપ્યું છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ કે ૨૦૨૮ના T20 વર્લ્ડ કપમાં રમવાની શક્યતા વિશેના સવાલનો જવાબ આપતાં મોહમ્મદ શમીએ કહ્યું કે ‘મેં આવી બાબતો વિશે વિચારવાનું છોડી દીધું છે.’

૩૬ વર્ષનો મોહમ્મદ શમી આગળ કહે છે કે ‘અત્યારે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. સિલેક્ટર્સ જે પણ નિર્ણય લેશે એ શ્રેષ્ઠ જ હશે. મારી તરફથી હું માત્ર રમતો રહેવા, મારો લય જાળવી રાખવા અને મારી રાજ્યની ટીમ તથા IPL માટે રમવાનું ચાલુ રાખવા ઇચ્છું છું.’

આ મહિનાની શરૂઆતમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા વિશે વાત કરતાં મોહમ્મદ શમીએ કહ્યં કે ‘મને લાગ્યું કે આ યોગ્ય નિર્ણય છે. હું સારી રીતે હલનચલન કરી શકું છું અને સારું રમી રહ્યો છું એથી હવે હું કોઈપણ ચિંતા વિના વાઇટ-બૉલ ક્રિકેટ પર ધ્યાન આપીશ. શરીર પર વધુ પડતો બોજ નાખવો યોગ્ય નથી.’

mohammed shami one day international odi world cup t20 test cricket team india indian cricket team cricket news sports news sports